ખંભાતની રેડક્રોસ સોસા.ને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાઇ
ખંભાત | ખંભાતની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના તેની વિશિષ્ટ પ્રવૃતિઓ-યોગદાન બદલ મહામહિમ રાજ્યપાલ ઓ.પી.કોહલીના વરદ હસ્તે ગાંધીનગર રાજભવન ખાતે સન્માન કરાયું હતું. ખંભાત રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ચંદ્રકાન્ત એસ.ઝવેરી,સેક્રેટરી ડો.આર.બી.લશ્કરીનું રાજ્યપાલ ઓ.પી.કોહલી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન ભાવેશભાઈ આચાર્ય,ખંભાત રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન ભરતભાઈ દવાવાળા ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખે જણાવ્યું હતું કે,ખંભાતમાં ૨૦૧૦થી રક્તદાન, સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ,લોકજાગૃતિ શિબિર યોજવામાં આવે છે.