• Gujarati News
  • ખંભાત શહરેના સ્ટેશન રોડ પર પુરણ કામ કરાતા જોખમી!

ખંભાત શહરેના સ્ટેશન રોડ પર પુરણ કામ કરાતા જોખમી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતનાસ્ટેશન રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તેમજ આખો માર્ગ ઉબળખાબળ બની ગયો છે. રોડ ગટર લાઇન માટે ખોદયા બાદ અપૂરતું પુરણ કરી અધુરો છોડી દેવામાં આવતા માર્ગ હાડકા ખોખરા નાંખે તેવો બની ગયો છે. ત્યારે નગરપાલિકા દ્વારા સત્વરે માર્ગનું સમારકામ કરવામાં આવે તેમજ તેનું પુરણ કામ કરીને અવર જવર લાયક બનાવાય તેવી માગણી કરી છે.

ખંભાતના અગ્રણી નવીનભાઈના જણાવ્યા મુજબ માર્ગ ઉપર અમદાાવદ અને ભાલ પંથકના વાહનો પસાર થાય છે ખંભાત તારાપુર તાલુકાના 50થી વધુ ગામો માટે ઉપયોગી માર્ગ જોખમી બન્યો છે. રોડનું લેવલીંગ હોવાને કારણે અહીં પાણી ભરાયેલું રહે છે. જેને કારણે નાના વાહન ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બને છે. અહીં વર્ષ દરમિયાન ખોદકામ ચાલુ રહે છે અને ખોદકામ બાદ રોડ રીપેર કરવામાં આવતું નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ ઉપર હોસ્પિટલ સ્કૂલ તેમજ સ્ટેશન આવેલું છે.

માર્ગ ઉપર સતત વાહનોની અવરજવર રહે છે. જેથી માર્ગ ઉપર જે કામ કરવામાં અવ્યું છે. તે ખાડાને માટી દ્વારા પુરીને અવર જવર લાયક બનાવવામાં આવે તેવી માગણી હાલમાં બની છે. ખંભાત નગર પાલિકા દ્વારા બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ તેવો સુર નગરમાં ઉઠ્યો છે.

રોડના પુરણકામની કાર્યવાહી હાથ ધરાશે

અંગેનગરપાલિકા પ્રમુખ રોિહત ખારવાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે,આ માર્ગ ઉપર ગેસ લાઇનનું કામ ચાલતુ હતુ. ત્યારબાદ હવે ગટર લાઇનનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. અા માર્ગ ઉપરથી નગરમાં આવતી ગેસ લાઇન અને ગટર લાઇનનું કામ કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જેનું પુરણકામ કરીને સમતલ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ માર્ગ નીંચાણવાળા િવસ્તારમાં હોવાને કારણે માર્ગ ખાડા પડી ગયા હતા. તેમજ અવાર નવાર કોઇક ને કોઇ િવકાસની કામગીરી ચાલતી હોવાથી ખાડા પડી ગયા છે. જેનું પુરણ કામ પણ આગામી િદવસોમાં કરી દેવામાં આવનાર છે.