ટ્રેનના શૌચાલયમાં દિવ્યાંગોને પડતી મુશ્કેલી અંગે રજૂઆત
પ્રજ્ઞાચક્ષુઅને દિવ્યાંગ બહેનો માટે રેલ્વેમાં કોઈ સુવિધા હોતી નથી.વિશેષ બહેનો જયારે લાંબા પ્રવાસ માટે રેલ્વેમાં પ્રજ્ઞાચક્ષુ-દિવ્યાંગ બહેનો મુસાફરી કરે છે ત્યારે સુવિધા વિનાના અને ગંદકીથી ખદબદતા શૌચાલયમાં કફોડી સ્થિતમાં મુકાઇ જાય છે.પાણી અને ગંદકીને કારણે દિવ્યાંગના કપડાં ભીના થાય છે જેથી યાત્રા મુશ્કેલ બને છે.મને થયેલ અનુભવની તમામ રજૂઆત શૌચાલયની તસ્વીર સાથે રેલ્વે મંત્રી સુરેશ પ્રભુને કરી છે.
શબ્દો ખંભાતની પ્રજ્ઞાચક્ષુ રંજનબેન ઈશ્વરભાઈ સોલંકીએ કરી સત્વરેદિવ્યાંગો દીકરીઓના હિતમાં નિર્ણય કરવા માંગ કરી છે.તેણે રજુઆતમાં જણાવ્યું છે કે-રેલ્વે વિકલાંગ કોચની ગંદકી અમારા માટે યાતના સમાન છે.આ ગંદકી ક્યારે દુર થશે?પ્રજ્ઞાચક્ષુ નહિ પરંતુ તમામ દિવ્યાંગો માટે કોચના શૌચાલય યાતના સમાન છે.
પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો માટે સામાજિક સંસ્થા ચલાવતાં પ્રજ્ઞાચક્ષુ રંજનબેન ઈશ્વરભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે-જેમના પગ કમજોર છે કે પગ નથી તેવા વિકલાંગ ભાઈ હોઈ કે બહેન હાથના સહારે ચાલે છે તેમના હાથ અને કપડાની શું સ્થિતિ થાય?શું રેલ્વે મંત્રી તમે રેલ્વે તંત્રને સુધારી શકશો?
આમ વેધક પ્રશ્ન સાથે રજૂઆત કરવામાં આવી છે.
દિવ્યાંગોના વિકાસ માટે કામ કરે છે
પ્રજ્ઞાચક્ષુ રંજનબેન સોલંકી પ્રજ્ઞાચક્ષુઓ માટે સામાજિક સંસ્થા ચલાવે છે. મુખબધિર દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ સંસ્થાઓમાં પ્રવચન આપવા માટે જાય છે. અને દિવ્યાંગોના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશિલ રહે છે.
ખંભાતની પ્રજ્ઞાચક્ષુ યુવતી દ્વારા ટ્રેનમાં શૌચાલયમાં પારાવાર ગંદકી સહિતના મુદ્દે રેલવે મંત્રી સમક્ષ ધા