તારાપુરના રીંઝા ગામમાં શૈક્ષણિક કિટનું વિતરણ
તારાપુરતાલુકાના રીંઝા ગામમાંથી શાળાએ જતા બાળકોની ઘરે-ઘરે જઇ મુલાકાત કરી ફિનકેર કંપનીએ એજ્યુકેશન કિડ્સનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું.
આવા ઉમદા કાર્ય સંદર્ભે કંપનીના કર્મચારી તેજસભાઈ જોશીએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ના રહે અને ભણી-ગણીને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે તેવા હેતુથી એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું છે. કંપનીના બ્રાન્ચ મેનેજર મહેશભાઈ વણકરના હસ્તે બાળકોને સ્કૂલબેગ તેમજ શિક્ષણ ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઘરે-ઘરે જઇને ઉમદા કાર્ય કરવામાં આવ્યું