તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાતીઓને ગેરમાર્ગે દોરતી યોજના 1996થી કાગળ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતનાઅખાતના બંને કિનારાને જોડતા ડેમનું નિર્માણ કરી વિશાળ જળાશય બનાવી તેના થકી ભરતી વીજ ઉત્પાદન, જળવિધુત, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી કલ્પસર યોજનાની ૧૯૯૬થી ચુંટણી સમયે માત્ર જાહેરાતો થતી હોય છે.

આરટીઆઈ કાર્યકતા અને પૂર્વ મંત્રી જયેન્દ્ર ખત્રીના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના માહિતી અધિકારી બી.એચ જોશીએ જણાવ્યું હતું કે ૩૧-૧-૨૦૧૭ સુધીમાં કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવામાં ૯૪.૨૬ કરોડ ખર્ચ થયો છે. યોજનામાં નર્મદા, ઢાંઢર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓના મીઠા પાણી ખંભાતના અખાતમાં ઠલવતા ૧૦૦૦૦ મિલિયન ઘનમીટર પાણીનો સંગ્રહ કરવો અને તેનો ઉપયોગ નહેર દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ, ઉદ્યોગ અને પીવાના પાણી માટેનું આયોજન કરાયું છે. ૩૦ કિમીનો બંધ બાંધી નદીઓના પાણીને સંગ્રહ કરવાની સૂચિત યોજના છે. તેના નકશા,આલેખન અને અંદાજ નક્કી કરવાની કામગીરી મેં.સીકોન પર.લિ. બેંગ્લોરને સોંપવામાં આવી છે. જેના સુધારા અને પ્લાન હજુ બાકી છે. યોજના માટે કેન્દ્રમાંથી પર્યાવરણ અંગે મંજુરીની દરખાસ્ત પણ કરાઈ નથી.

જુઠાણાં ફેલાવાઈ રહ્યાં છે

અમને ક્યાં સુધી મુર્ખ બનાવશો

^કલ્પસરને દુનિયાની શ્રેષ્ઠ યોજનાના બતાવી ખોબે ખોબા મત મેળવ્યા પછી યોજના કાગળ પર રહી. ૯૪.૨૬ કરોડ ખર્ચી પછી યોજના જૈસે થે છે. આરટીઆઈમાં હજુ પૂર્ણ શક્યતાલક્ષી અહેવાલ માટે રૂપિયા ૨૦૦ કરોડ ખર્ચ થશે તેવું જણાવ્યું છે.ખરેખર પ્રજાને મુર્ખ બનાવતી યોજનાછે છતાં જુઠાણાં ફેલાવાય છે. > જયેન્દ્રખાતરી,માજી મંત્રીઅને RTI કાર્યકતા, ખંભાત

^ખંભાતની પ્રજાને પીવામાં 2600 ટીડીએસનું દુષિત ખારું પાણી પાલિકા આપે છે. 26 વર્ષથી પાલિકા અને ધારાસભ્ય ભાજપના છે પરંતુ કલ્પસર અને બંદર જેવી યોજનાને નામે મત લઇ પ્રજાને છેતરે છે. અમને ક્યાં સુધી મુર્ખ બનાવશો. > દિગ્વિજયસિંહપરમાર, અગ્રણી,ખંભાત.

કલ્પસરનો સરકારી દફતર પરનો ઇતિહાસ

વર્ષ 1969 રાજ્ય ગેઝેટમાં(ભાવનગર જિલ્લો) સમુદ્રના ધરતીના પાણીને આગળ વધતા રોકવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા ખંભાતના અખાતમાં ૨૫ માઈલ લાંબા માટીના પાળા અને 10 હજાર ફૂટ લાંબી છાજલીના બાંધકામનો ઉલ્લેખ છે.

ઈ.સ. 1975માં સંયુક્ત રાષ્ટ્રમિશનના પ્રાધ્યાપક એરિક વિલ્સને ભરતીજન્ય ઉર્જા વિના અને સાથેનો ઘોઘા(સૌરાષ્ટ્ર) અને દહેજ(દક્ષિણ ગુજરાત) વચ્ચે બંધ બનાવાનો અહેવાલ કેન્દ્રીય વીજ સત્તા મંડળ સમક્ષ રજુ કર્યો.

અનુગામી સરકારો દ્વારા પ્રોજેક્ટની શક્યતાઓ પર વિગતો પ્રસ્તુત કરાતી રહી. ડો. અનિલ કાણે પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા હતા તેમના દ્વારા તેને સંભવિત પ્રોજેક્ટ તરીકે 1980 વિકસાવાયો અને કલ્પસર નામ અપાયું.

અખાતના બંને કિનારા જોડી નિર્માણ પામનાર કલ્પસર યોજનાના માત્ર આયોજન પાછળ ખર્ચાયારૂા. ૯૪.૨૬ કરોડ

અન્ય સમાચારો પણ છે...