તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ખંભાતના કોલેજ રોડ પર અસામાજિક તત્વોના ત્રાસ: પોલીસ કાર્યવાહી નહીં

ખંભાતના કોલેજ રોડ પર અસામાજિક તત્વોના ત્રાસ: પોલીસ કાર્યવાહી નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાલ પંથકની બસમાં થયેલા વિવાદને પગલે ગુરુવારે મારામારી

ખંભાતશહેરના કોલેજ રોડ ઉપર છેલ્લાં કેટલાંય સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. જેને કારણે અવાર-નવાર વિદ્યાર્થીઓ સહિત અન્ય યુવકો વચ્ચે ફિલ્મી ઢબે મારામારી થતી હોય છે. પ્રકારના બનાવોને પગલે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓમાં પણ ફફડાટ વ્યાપી જતો હોય છે.

અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભાલ પંથકની બસમાં થયેલા વિવાદને પગલે ખંભાત કોલેજ રોડ પર ગુરૂવારે સવારે ૧૧.૩૦ કલાકે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. અને બંને જૂથો વચ્ચે સામ સામે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. જેને પગલે વિધાર્થીઓના ટોળે-ટોળાં એકઠાં થઇ ગયા હતા. બનાવ દરમિયાન અચાનક પેટ્રોલિંગમાં ખંભાત શહેર પોલીસની વાન નીકળી હતી. જેને પગલે ટોળાંઓ વિખેરાઈ ગયા હતા.

જોકે, કેટલાંક અસામાજિક તત્વો ત્યાં ઊભા રહેતા પોલીસને તેમને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેને કારણે દોડધામ મચી ગઈ હતી. પોલીસે ઝગડામાં સામેલ કેટલાંક વિધાર્થીઓની અટકાયત પણ કરી હતી.

નોંધનીય છે કે, છેલ્લાં ઘણા સમયથી કોલેજ રોડ અસમાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. રોડ પરથી પસાર થતી યુવતીઓની અવાર-નવાર યુવકો દ્વારા છેડતી કરવાના બનાવથી લઈ બાઈક રેસીંગ પણ યુવકો દ્વારા કરવામાં આવે છે.

જે અંગે અગાઉ સ્થાનિકોએ પણ પોલીસ મથકે રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરી આવા તત્વોને ઝડપી પાડવામાં આવે તેવી માંગ શહેરીજનોની ઊઠી છે.

ગુરુવારે વિદ્યાર્થીઓ અને અન્ય યુવકો વચ્ચે મારામારી

અન્ય સમાચારો પણ છે...