• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • જોખમી સવારી | ખંભાત તારાપુર પંથકમાં લોકોને અન્યત્ર ખસેડવા માટે ટ્રેક્ટર એક માત્ર ઉપાય: ૩૩ ટ્રેક્

જોખમી સવારી | ખંભાત-તારાપુર પંથકમાં લોકોને અન્યત્ર ખસેડવા માટે ટ્રેક્ટર એક માત્ર ઉપાય: ૩૩ ટ્રેક્ટરની નિશુલ્ક સવારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતતારાપુર તાલુકાના ૧૪ જેટલા પુર પ્રભાવિત ગામોમાંથી જેટલા ગોલાણા, રીંઝા,નભોઈ,દેવપુરા,મિલરામપુરા,પચેગા, ગલીયાણા જેવા ગામોમાં જવા માટે ટ્રેક્ટર એક માત્ર ઉપાય છે.આ ગામોમાં ૩૩ જેટલા ટ્રેક્ટર દ્વારા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.સ્વાર્થ વગર નિશુલ્ક સહયોગ આપનાર આસપાસના ગામડાઓના ટ્રેક્ટર માલિકો આજે પણ વાહન વ્યવહાર બંધ હોવા છતા માંદગી અને આવશ્યક વસ્તુઓની ખરીદીમાં મફત સેવાઓ આપે છે.

અંગે સેવારત ટ્રેક્ટર માલિક વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે-ખેતીકાર્યો માટે બચાવેલું ડીઝલ વાપરી નાખ્યું છે.અમે અમારા ટ્રેક્ટર સેવામાં આપ્યા છે.અમને કોઈએ આદેશ નથી કર્યો પરંતુ અમે પ્રજા ઉપયોગમાં સ્વય ટ્રેક્ટર આપ્યા છે.કલેકટર હોઈ કે સામાન્ય નાગરિકને હાલમાં ટ્રેક્ટર દ્વારા મુસ્ફારી તેમજ જીવનજરૂરી કામો કરવા પડે છે.

બીમાર દર્દીઓ માટે પણ ટ્રેક્ટર ઉત્તમ ઉપાય બન્યો છે.પ્રસૃતિની બે ઘટન ઉપરાંત રીંઝા અને નાભોઈમાં બીમારો માટે ટ્રેક્ટર માલિકોએ નિશ્વાર્થ સેવાઓ આપી છે.ઇન.મામલતદાર સોલંકીએ જણાવ્યું હતું કે-પુર ગ્રસ્ત ગામોમાં અનેક લોકોએ નિશ્વાર્થ રીતે પોતાના ટ્રેક્ટર તંત્રને સેવા માટે આપ્યા છે.ઉંચાઈ ધરાવતું તટ્રેક્ટર થી ફૂટ પાણીમાં કાર્યરત રહેતું હોઈ ગ્રામજનો માટે મહત્વનું સાધન બન્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા જિલ્લાના કેટલાક ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. કેડસમા પાણી ઘૂસી જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા હતા. પરંતુ ટ્રેક્ટર માલિકોએ પોતાના ટ્રેક્ટર સેવા કાર્ય માટે મૂકી દીધા હતા. ગામમાં આવવા અને જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના માટે માલિકો મફત સેવા આપતા હતા.

અમે સેવા આપીએ છીએ

^રીંઝાઅને નભોઈ જોખમી સ્થિતમાં દર વર્ષે મૂકી છે.આ વિસ્તારના માર્ગ તેમજ મિલરામપુરા માં કેદ સમા પાણી ભરાઈ છે.અમે વિસ્તારમાં વર્ષોથી સેવાઓ આપીએ છીએ.નાતા-જાત ભેદભાવ વગર અનેક ટ્રેક્ટર માલિકો સેવા કાર્યમાં વર્ષોથી જોડાઈ છે.> રાજેન્દ્રપરમાર, સેવાક્રમી

પૂરગ્રસ્ત વિસ્તારમાં ટ્રેક્ટર માલિકે પોતાના ટ્રેક્ટર સેવા માટે ફાળવ્યા હતા.

પૂરગ્રસ્ત વિસ્તારમાં ટ્રેક્ટર માલિકોનો અનોખો યજ્ઞ

અન્ય સમાચારો પણ છે...