મિલરામપુરાના માર્ગો પર હજારો લિટર ઓઇલ ઢોળાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતીનદીના પાણીએ મિલરામપુરામાં કેર વર્તાવ્યો છે. ત્યારે પાણીમાં ઓઇલ ભરવાને કારણે ગ્રામજનોની સ્થિતિ વધુ કફોડી બની છે. દુર્ગંધ મારતા ઓઇલ પાણીમાં ભળતાં પશુઓ માટે પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. તેમજ સ્થાનિકોને પાણીમાંથી પસાર થવું પડે છે.

મિલરામપુરામાં આવેલા જીએસપીસીના બોરવેલ (પ્લાન્ટ)માં પાણી ભરાતા ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેના કારણે હજારો લિટર ઓઇલ પાણીમાં ભળી જઇ માર્ગો ઉપર વહેવા લાગ્યું છે. કાનાવાડાથી મિલરામપુરા જવાના માર્ગ પર જીએસપીસીનો બોરવેલમાં ખામી સર્જાતા કાળા રંગનું હજારો લીટર લીક થઇ પાણીમાં ભળ્યું છે.

પ્લાન્ટના કર્મચારીએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે પ્લાન્ટમાંથી જવલનશીલ પદાર્થ બહાર આવ્યો છે.

કેમિકલને સપાટી ઉપરથી ભરી લેવા પ્રયાસો ચાલુ છે. જો કે પાણીનું લેવલ વધવાથી પાણી ચોમેર પ્રસર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...