તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકો વાટકો લઇ મંત્રીઓ અને ધારાસભ્યોના દ્વાર ખટખટાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંસરકારી કર્મચારી કરતાં ગ્રાન્ટેડ કર્મચારીઓને અન્યાય થઇ રહ્યો છે. આથી રાજ્યના એક લાખ કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જો શિક્ષક દિને શિક્ષકોના હિતમાં પડતર પ્રશ્નોનું સમાધાન નહી થાય તો પ્રથમ લડતમાં શિક્ષકો વાટકો લઇ મંત્રીઓ,ધારસભ્યો પાસે હક્ક માંગશે.

રાજ્ય રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના પ્રવક્તા પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે,સરકારી કર્મચારીને જેટલી રજા મળે છે તેટલી રજા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને મળે છે,પરંતુ સરકારી કર્મચારી કરતાં વધુ ફરજ ઉપરાંતની કામગીરી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો કરે છે. સરકારી કર્મચારીને 2006થી સહાયક યોજના ચાલુ કરી ત્યારથી ઉચ્ચતર પગારમાં, નિવૃત્તિમાં સહાયકના પાંચ વર્ષ ગણવાનું નક્કી કર્યું, જ્યારે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષકોની સહાયક યોજના 2જી જુલાઇ 1999થી ચાલુ કરી તો તેમને સહાયકનો સમયગાળો અન્ય લાભો માટે ગણ્યો નથી, સરકારી કર્મચારીઓની સંખ્યા વધુ છે, તેમાં કોઈ બોજ નડતો નથી, જ્યારે તેમને ભણાવનાર શિક્ષકો માટે બોજ પડે છે. સાતમાં પગારપંચનો અમલ પણ સરકારી કર્મચારી કરતાં ૧૩ માસ મોડો અને નાયબ મુખ્યમંત્રીની જાહેરાત છતાં સપ્ટેમ્બર પેઈડ ઇન ટુ ઓક્ટોબરની શક્યતા ઓછી દેખાય છે. આથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નાણા વિભાગમાં મોકલેલી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ 18મી જાન્યુઆરી 2017ના ફિક્સ પગાર વધારાનો અમલ, 2જી જુલાઇ 1999થી પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોનોસહાયકોનો સમયગાળો ગણવાની જાહેરાત શિક્ષક દિન અગાઉ કરશો.અન્યથા શિક્ષકો સહિતના એક લાખ ગ્રાન્ટેડ કર્મચારીઓ આનંદોલન નો માર્ગ અપનાવશે.

શિક્ષક દિને પડતર માંગ પૂરી કરવાની જાહેરાત નહીં થાય તો

અન્ય સમાચારો પણ છે...