ખંભાતમાં LIC બિલ્ડીંગ જર્જરિત હાલતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતમાંઅનેક પ્રાચીન ઈમારતો આવેલી છે, જેમાં સ્ટેશન રોડ ઉપર આવેલી પ્રાચીન એલઆઈસી બિલ્ડીંગ જર્જરિત અવસ્થામાં મૂકી છે. બિલ્ડીંગની આસપાસ તેમજ નીચે માનવ વસાહત, શાકમાર્કેટ, શોપિંગ સેન્ટર, પેટ્રોલ પંપ અને સ્ટેશન આવેલું છે. જોખમી બિલ્ડીંગ દુર કરવા કોઈ પગલા ભરાતા સ્થાનીકોમાં રોષ ભભૂક્યો છે.

શહેરની એલઆઈસી બિલ્ડીંગમાં સમયાંતરે પોપડા નીચે પડતા હોઈ મોટી જાનહાનીની શક્યતાને પગલે સ્થાનિકોએ મામલતદાર તેમજ પાલિકાને રજૂઆત કરી છે. જોકે, કોઈ પગલા ભરાયાં નથી. બિલ્ડીંગનો ઉપરનો મજલો ખુબ જોખમી છે.

ગેલેરીમાંથી પોપડા પડે છે, સળિયા પણ દેખાઈ છે. ગેલેરીનો અમુક ભાગ પડી ગયો છે. હવે જો ગેલેરીનો ભાગ સત્વરે ઉતારવામાં નહિ આવે તો મોટી જાનહાની થઇ શકે છે.

ગેલેરીમાંથી પોપડા પણ પડી રહ્યા છે

^‘બિલ્ડીંગ અંગે કલેકટરના ફરિયાદ સેલમાં અને કલેકટરને મૌખિક રજૂઆત કરી છે. ખંભાત ડેપ્યુટી કલેકટરને તત્કાલ અહેવાલ તૈયાર કરવા આદેશ કરાયો છે. છતાં જોખમી બિલ્ડીંગ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. અંગે આરટીઆઈનો પણ જવાબ મુદ્દાસર આપેલો નથી.’ > જયેન્દ્રખત્રી, માજીમંત્રી,ખંભાત.

કલેક્ટર ને ફરિયાદ સેલમાં રજૂઆત

જનમેદનીથી ધમધમતા સ્ટેશન વિસ્તારના વેપારીમાં ફફડાટ ફેલાયો

અન્ય સમાચારો પણ છે...