તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાતના સંઘને અકસ્માત, 8નાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહેલી સવારના સેવા કેમ્પ પાસે યાત્રાળુઓ રોકાયા તે દરમિયાન ટેન્કરના ચાલકે પદયાત્રીઓને હડફેટે ચડાવ્યાં

કચ્છના આશાપુરા માતાજીના મઢ જવા નીકળેલાં પગપાળા સંઘને માળિયા (મી) નજીક કાળ આંબી ગયો


મોરબીપાસેના માળિયાના હરિપર નજીક સોમવારે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ખંભાત તાલુકાથી આવેલા 20 શ્રદ્ધાળુઓ પૈકી પાંચનાં મોત નીપજ્યા હતા, જ્યારે બાકીના શ્રદ્ધાળુઓ તેમજ મોરબીથી સેવા આપવા માટે ગયેલા યુવાનો સહિતનાઓને નાની મોટી ઈજાઓનો સામનો કરવો પડ્યો હતો. નવરાત્રીના ભક્તિભાવના માહોલમાં સર્જાયેલા અકસ્માતને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી, અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની કતારો લાગી ગઈ હતી. જે ટ્રાફિક ક્લિયર કરાવવા પોલીસ ટીમ લાગી ગઈ હતી.

કચ્છ સ્થિત આશાપુરા માતાજીના મઢ ખાતે પગપાળા અને વાહનોમાં જતા પદયાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારના સમયે માળિયા તાલુકાના હરિપર નજીક આવેલા એક સેવા કેમ્પ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખંભાત તાલુકાના શ્રદ્ધાળુઓ માતાના મઢ જવા નીકળ્યા હતા ત્યારે ચા-પાણી પીવા માટે સેવા કેમ્પમાં રોકાયા હતા અને વાહનો રોડની સાઈડમાં ઊભા રાખીને ચા-પાણી પિતા હતા ત્યારે પૂરપાટ વેગે પસાર થઈ રહેલા ટેન્કરના ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા ઘટનાસ્થળે ખંભાત તાલુકાના શ્રદ્ધાળુઓ સહિતના પાંચનાં મોત નીપજ્યા હતા. અન્ય લોકોને ઈજા થતા મોરબી, વાગડ, માળિયા અને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોરબીમાં સારવાર દરમિયાન સેવા કેમ્પમાં સેવા આપવા આવેલા બે યુવાનોનાં મોત નીપજ્યા હતા, જ્યારે રાજકોટ સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેથી ગમખ્વાર અકસ્માતનો મૃત્યુ આંક આઠ પર પહોંચ્યો હતો, જ્યારે અન્ય મહિલાઓ સહિત આઠ ભક્તોને વિવિધ સ્થળોએ સારવાર આપવામાં આવી રહી છે.

ભવાનભાઈ રાઠોડે સગાસબંધી ગુમાવ્યા

^ખંભાતતાલુકાના ગોલાણા ગામે ભવાનભાઈ હરખાભાઈ રાઠોડ કંન્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ દર્શન કરવા માટે પોતાના પરિવાર અને સગાસંબંધી સાથે નીકળ્યા હતા. માળીયામિંયાણા પાસે ટેન્કરે તેમની રિક્ષાને અડફેટે લેતાં ભગવાનભાઈ રાઠોડની પત્ની કંકુબેન, દિકરી ઉર્મિલાબેન, હિરુબેન ચૌહાણ તથા પૌત્રી મમતાબેેન તથા સગાસંબંધીઓનું અકસ્માતમાં મોત નીપજતાં ગુમાવ્યા હતા. તેના પગલે ભવાનભાઈ રાઠોડના પરિવારમાં ગમગીની છવાઇ હતી. અકસ્માતમાં તેમને ગંભીર ઇજા થતાં ભચાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. > હિંમતસિંહચૌહાણ, સામાજિકકાર્યકર

દુઃખદ ઘટનાને પગલે ગામમાં શોક છવાયો

^ધર્મનિષ્ઠભવાનભાઈ હરખાભાઈ રાઠોડ દર વર્ષે નવરાત્રિમાં માતાના મઢે દર્શન અર્થે જાય છે. ચાલુ વર્ષે પણ દર્શનનું આયોજન કર્યુ હતું. જેમાં ગોલાણા, કસ્બારા અને તામસાના પરિવારોને સામેલ કર્યા હતા. ત્રણેય ગામના દલિત પરિવારોને નડેલા અકસ્માતના સમાચાર પ્રસરી જતાં ત્રણેય ગામમાં ઘેરો શોક છવાઇ ગયા.>કનુભાઈ રાઠોડ,ગોલાણા

માળિયા-મીયાંણા પાસેના અકસ્માતમાં વાહનોનો કચ્ચરઘાણ વળ્યો હતો.

મૃતકોમાં આઠ પૈકી પાંચ ખંભાત તાલુકાના

1.કંકુબેન ભવાનભાઈ રાઠોડ (ઉ.45) રહે. તામસા તા.ખંભાત

2. હિરુબેન જીવાભાઈ ચૌહાણ (ઉ.55) રહે. ગોલાણા તા. ખંભાત

3.મમતાબેન પુંજાભાઈ ચૌહાણ (ઉ.16) રહે. ગોલાણા તા. ખંભાત

4.વિજયભાઈ વાલજીભાઈ રાઠોડ (ઉ.15) રહે. તામસા તા. ખંભાત

5.કલ્પેશભાઈ ગણપતભાઈ ધાનગેણી (ઉ.15) રહે. મોરબી

6.મુકેશ માનાભાઈ છીપરા (ઉ.40) રહે. મોરબી

7.રાજુભાઈ રંગલાલ ગુર્જર (ઉ.25) રહે. મોરબી

8. ઉર્મિલાબેન અમરાભાઈ પરમાર (ઉ.30) રહે. કસબારા તા. ખંભાત

(રાજકોટમાં સારવાર દરમિયાન મોત)

અન્ય સમાચારો પણ છે...