તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ચા નાસ્તા માટે રોકાયેલા આશાપુરાના યાત્રીઓને ટેન્કરે કચડ્યા, 8નાં મોત

ચા-નાસ્તા માટે રોકાયેલા આશાપુરાના યાત્રીઓને ટેન્કરે કચડ્યા, 8નાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | માળિયા તાલુકાના હરિપર નજીક કચ્છમાં આવેલા આશાપુરાના મઢ ખાતે જતા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરાયું હતું. સોમવારે વહેલી સવારે ખંભાતના શ્રદ્ધાળુઓ સેવા કેમ્પ પાસે ચા-નાસ્તો કરવા રોકાયા હતા. સમયે પૂર ઝડપે જઈ રહેલા ટેન્કરના ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતાં પાંચ પદયાત્રીનાં ઘટનાસ્થળે જ્યારે અન્ય ત્રણનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત આઠ પદયાત્રીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ...અનુસંધાન પાનાં નં.9

મૃત પામેલા કુલ 8 યાત્રીઓમાંથી 5 ખંભાતના હતા જ્યારે બે યુવાન મોરબીનાં હતા, જે કેમ્પમાં સેવા આપવા આવ્યા હતા. એક મહિલાનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ તેમજ માળિયા પોલીસ અને તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં મોકલીને યોગ્ય સારવાર માટેની વ્યવસ્થા તાકીદે હાથ ધરી હતી. મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા મૃતકોને તેમજ ઈજાગ્રસ્તોને સહાય મળે તે માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપી છે.

સૌરાષ્ટ્રમાં હરિપુર નજીક ખંભાતના શ્રદ્ધાળુઓ ભોગ બન્યા

અન્ય સમાચારો પણ છે...