તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાતશહેર પ્રાચીન ઐતિહાસિક વારસો જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકાર પ્રવાસન નિગમ દ્વારા રોક મ્યુઝિયમના નિર્માણ માટે રૂ.3 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ખંભાતના લાલબાગ ખાતે રોક મ્યુઝિયમના મકાનનું ખાતમુર્હુત ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ તથા આગેવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

પ્રસંગે ધારાસભ્ય સંજયભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘ખંભાત શહેર વર્ષોથી ખંભાત શહેર નવાબી કાળ ઐતિહાસિક વારસો ધરાવે છે. પાંચમી સદીમાં ભારતનાે અન્ય દેશો સાથેનો વ્યવહાર ખંભાતના દરિયાઇ માર્ગેથી થતો હતો. ત્યારથી ખંભાત શહેરનું આગવું મહત્વ હતું. વારસાના જતન માટે આધુનિક ઢબે રોક મ્યુિઝયમ બનાવવામાં આવશે. જેમાં ખંભાતના ઇતિહાસ જાણકારો, સંગ્રહકારો અને વિચારોકોનો લાભ અને માર્ગદર્શન હેઠળ મ્યુઝિયમમાં પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનું આલેખન કરવામાં આવશે.

પ્રસંગે મામલતદાર આર. પી. જોશી, ચીફ ઓફિસર જે. જે. ડાભી, પાલિકા પ્રમુખ પરિમલાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, પિનાકીન બ્રહ્મભટ્ટ, જયરામભાઈ ચુનારા, યોગેશભાઈ ઉપાધ્યાય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખંભાતના ઇતિહાસને ફરી જીવંત કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો