કરજણ અપહરણ કેસમાં જામીન નામંજૂર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ . કરજણનોબહુચકચારી પોલીસ કોન્સ્ટેબલ અપહરણ અને મોતનું કાવતરું રચનાર ભાજપા ઉપપ્રમુખ અને ભૂમાફીયા ગોકુલ ભરવાડ કરજણ સબજેલમાં છે. વકીલ દ્વારા વડોદરાની સેસન્સ કોર્ટમાં ગોકુલ ભરવાડની જામીન અરજી મુકાઈ હતી. જેમાં વડોદરાની સેસન્સકોર્ટે ગોકુલ ભરવાડના જામીન નામંજૂર કરી હતી.

કરજણમાં કોન્સ્ટેબલ અપહરણ કેસમાં વ્યક્તિઓ કરજણ સબજેલમાં અને અપહરણનો મુખ્ય સુત્રધાર ગોકુલ ભરવાડના વકીલે જામીન અરજી વડોદરા સેસન્સ કોર્ટમાં મુકી હતી. જામીન અરજી હીયરીંગ પર આવતાં શનિવારે સેસન કોર્ટે ગોકુલ ભરવાડના જામીન નામંજૂર કરેલ છે. હાલમાં આરોપીઓ કરજણની સબજેલમાં છે. હવે જામીન માટે હાઈકોર્ટનો સહારો લેવો પડશે.

અન્ય સમાચારો પણ છે...