તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િજ.પં. અને તા.પં.ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો િવજય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા પંચાયતની વલણ અને કરજણ તાલુકા પંચાયતની ચોરંદા બેઠક અગાઉ કોંગ્રેસ પાસે હતી. પરંતુ વલણ બેઠકના સભ્યનું નિધન થતા ખાલી પડી હતી. જ્યારે ચોરંદા તાલુકા પંચાયત બેઠકના સભ્યએ રાજીનામું આપતા ખાલી પડી હતી. ગઇકાલે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતા કોંગ્રેસ બંને બેઠકો પોતાની પાસે જાળવી રાખી છે.કરજણ પ્રાંત કચેરી ખાતે પ્રથમ ચોરંદા તાલુકા પંચાયતની બેઠકની મત ગણતરી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના રહેનાબેન કડીવાલાને 1676 મત મળ્યા હતાં. ભાજપાના યુસુફ મન્સુરીને 1204 મત મળ્યા હતા. કોંગ્રેસના રહેના કડીવાલાને 1676 મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે જિલ્લા પંચાયતની વલણ બેઠક પર કોંગ્રેસના મુબારક પટેલને 9498 મત અનેે ભાજપના શરીફ દેસાઈને 6506 મત મુબારક પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

મુબારક પટેલ અને રેહાના કડીવાલાની જીત

ચોરંદા અને વલણ બેઠક પર કોંગ્રેસનો દબદબો

અન્ય સમાચારો પણ છે...