• Gujarati News
  • બામણગામ પાસેથી ૧૦,૧૨૫ લીટર કપાસિયા તેલની લૂંટ

બામણગામ પાસેથી ૧૦,૧૨૫ લીટર કપાસિયા તેલની લૂંટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથી તેલનો જથ્થો લઇ સુરત તરફ જતા ટેમ્પો ચાલકને કરજણ પોર વરચે મળસ્કે એક સફેદ કલરની એસ્ટિમ કાર આવી હતી. અને ટેમ્પોમાં દારૂ ભર્યોછે તેમ કહીને રોકાવી પોર તરફ લઇ ગયા હતાં. જયાંથી ટેમ્પા ચાલકને ત્યાંથી કારમાં બેસાડી લઇ જઇ અંબાજી નજીક છોડી દીધો હતો. જયારે તેલાના ૬૭૫ ડબ્બા જેમાં ૧૦ હજાર લીટર કપાસ અને સીંગતેલ લઇને ફરાર થઇ ગયા હતાં.
મળતી માહિતી અનુસાર, સુરતથી માલ ભરીને ટેમ્પો ચાલક સ્વરૂપસિંગ ભવરસિંગ સીસોદીયા રહે. કીમ તા. માંગરોલ જી. સુરતનાઓ ટેમ્પો નં. જી.જે ૫ બીટી ૧૯૨૯ લઇને અમદાવાદ ગયો હતો. જયાં માલ ખાલી કરીને ટેમ્પો ચાલક સ્વરૂપસિંગે અમદાવાદ સાણંદ ખાતેની એન.કે પોટ્રીન પ્રા.લિ.નામની કંપનીમાંથી સુરત સિદ્ધિ વિનાયક ટ્રાન્સપોટર્ના તિરૂપતી સીંગતેલના ડબ્બા ૨૫ નંગ તથા તિરૂપતિ કપાસિયા તેલના ૬૫૦ ડબ્બા મળી કુલ ૬૭૫ નંગ તેલના ડબ્બા ભરીને સ્વરૂરસિંગ રાત્રે સુરત જવા નીકળ્યો હતો. મળસ્કે ૪.૩૦ કલાકે પોર કરજણ વરચે બામણગામ નજીક એક સફેદ કલરની એસ્ટિમ કાર નં. જીજે ૧ એ્રઆર ૪૫૬૫ આવી હતી. અને તેમાંથી માણસો નીચે ઉતરીને ટેમ્પા ચાલકને થોભાવીને જણાવેલ કે, તારા ટેમ્પામાં ઇંગ્િલશ દરૂ ભરેલો છે. તેમ કહી તેનો ટેમ્પો પાછો પોર તરફ વળાવવાનું કાુ હતું.
આગળ જતાં ટેમ્પો ચાલક સ્વરૂપસિંગ પુછતાં ચોકડી પાસે સાહેબ ઉભા છે. ત્યાં લઇ જવાનો છે તેમ કાુ હતું. ત્યારે રસ્તામાં ટે્મ્પો બગડતાં સ્વરૂપસિંગને કારમાં બેસાડીને અંબાજી નજીક છોડી મુકયો હતો. અને ટેમ્પો તથા તેલના ડબ્બા કિંમત ૮ લાખનો જથ્થો લઇ ઇસમો ભાગી છૂટયા હતા.
ટેમ્પા ચાલક સ્વરૂપસિંગે અંબાજી નજીકના સતલાસન પોલીસ સ્ટેશનમાં જઇ હકીકત જણાવી હતી. પરંતુ ગુનો કરજણ નજીક બનેલો હોઇ ડ્રાઇવર કરજણ પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરતાં પોલીસ ડ્રાઇવર સ્વરૂપસિંગને લઇ સ્થળ તપાસ કરી કાર્યવાહી કરી છે.