• Gujarati News
  • બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેંકની ચૂંટણીમાં 10 બેઠકો માટે 22 ઉમેદવારો મેદાનમાં

બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેંકની ચૂંટણીમાં 10 બેઠકો માટે 22 ઉમેદવારો મેદાનમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડાસેન્ટ્રલ કો.ઓ.બેંકના નિયામક મંડળની તા.10 જૂને યોજાનારી ચૂંટણી માટે ફોર્મ પરત લેવાની પ્રક્રિયા આજે પૂરી થતાં 14 બેઠકો પૈકી 4 બેઠકો બિનહરિફ જાહેર કરાઇ હતી. જ્યારે બાકી રહેલી 10 બેઠકો માટે 22 ઉમેદવારો મેદાનમાં રહ્યા હોવાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. 10 પૈકી 8 બેઠકો પર આમને-સામને અને 2 બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં બેંકના વર્તમાન ચેરમેન અતુલ પટેલની આગેવાની હેઠળની ભાજપ પ્રેરિત પેનલની જાહેરાત થઇ હતી. જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો જાહેર થયા છે પરંતુ કોની આગેવાનીમાં ચૂંટણી લડશે તેની સ્પષ્ટતા કરાઇ નહોઇ કોંગી ઉમેદવારો દ્વીધામાં મૂકાયા છે.

બેંકની ચૂંટણીમાં 14 બેઠકો માટે 44 ઉમેદવારોએ કુલ-47 ફોર્મ ભર્યા હતા. જે પૈકી 6 ફોર્મ રિજેક્ટ થયા હતા. જ્યારે 3 ફોર્મ ડબલ હોઇ રદ થયા હતા. જ્યારે 12 ઉમેદવારોએ ફોર્મ પરત લીધા હતા. અંતિમ દિવસે 4 ઉમેદવારોને બિનહરિફ જાહેર કરાતાં હવે 10 બેઠક પર 22 ઉમેદવારો વચ્ચે તા.10 જૂને ચૂંટણી જંગ જામશે.

ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં અતુલ પટેલની આગેવાની હેઠળની ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોની જાહેરાત થઇ હતી. જેમાં અતુલ પટેલ(ક-વિભાગ), ધારાસભ્ય સતિષ પટેલ(ઝોન-2 કરજણ), મુકેશ પટેલ-બિરલા(ઝોન-3,શિનોર), વસંત પટેલ(ઝોન-4, વડોદરા), જયેન્દ્ર પટેલ(ઝોન-5,ડભોઇ), હેમરાજસિંહ મહારાઉલ(ઝોન-7 બોડેલી-જે.પાવી.), રાકેશ ભટ્ટ(ઝોન-8, નસવાડી), ઠાકોર પટેલ અને રાજુ પટેલ(ઝોન-10, સાવલી), મહેન્દ્ર પટેલ(ઝોન-11,વાઘોડિયા) અને પાર્થ પટેલ(ડ-વિભાગ)નો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલમાં ધર્મેશ પટેલ(ઝોન-2, કરજણ),દિલીપ નાગજી પટેલ(ઝોન-5, ડભોઇ), ઉમેશ શાહ અને યશપાલ ઠાકોર(ઝોન-7,બોડેલી-જે.પાવી), જી.બી.સોલંકી(ઝોન-8,નસવાડી), ડૉ.પ્યારેસાહેબ રાઠોડ (ઝોન-10, સાવલી), શૈલેષ પટેલ (ઝોન-11,વાઘોડિયા),ધીરુભાઇ ભીલ(ક-વિભાગ) સમાવેશ થાય છે.

ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારો ઝોન-7 બોડેલીની એક બેઠક માટે ચૂંટણી જંગમાં ઊભા રહ્યા છે. જ્યારે ભાજપના બે ઉમેદવારો ઝોન-10 સાવલીની એક બેઠક પર ચૂંટણી લડી રહ્યા હોઇ ભાજપ-કોંગ્રેસ માટે બોડેલી અને સાવલીની બેઠકને લઇ ઝોન-7 અને ઝોન-10ની બેઠકમાં અસમંજસભરી પરિસ્થિતિ સર્જાઇ છે.

{ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા) ઝોન-1પાદરા

{ગોપાલ મુકુન્દ પટેલ ઝોન-6સંખેડા

{મુકેશ જશવંત પટેલ ઝોન-9છોટાઉદેપુર

{અજીત મનુભાઇ પટેલ બ-વિભાગ

10 પૈકી 8 બેઠકો પર સામ-સામે અને 2 બેઠકો પર ત્રિપાંખીયો જંગ

નિયામક મંડળની 14 બેઠકોની ચૂંટણીમાં 4 બેઠકો બિનહરિફ જાહેર કરાઇ

બિનહરિફ જાહેર થયેલા ઉમેદવારો

બે ઝોનમાં કોંગ્રેસ-ભાજપના બે-બે ઉમેદવારો

ઝોન અને વિભાગમાં કોણ-કોની સામે ટકરાશે

બરોડા સેન્ટ્રલકો.ઓ.બેંકની ચૂંટણીમાં બે ઝોનમાં કોંગ્રેસ-ભાજપના બે-બે ઉમેદવારો ઊભા રહ્યા હોઇ મતદારો માટે દ્વિધા સર્જાશે. બોડેલી ઝોનમાં કોંગ્રેસના ઉમેશ શાહ અને યશપાલ ઠાકોર ઊભા રહ્યા છે. જ્યારે સાવલી ઝોનમાં ભાજપના ઠાકોર પટેલ અને રાજુ પટેલ ઊભા રહ્યા હોઇ બંને ઝોન કોંગ્રેસ-ભાજપ માટે મુશ્કેલી ઊભી કરે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ઝોન-વિભાગ ઉમેદવારો ઉમેદવારો

ઝોન-2કરજણ ધારાસભ્ય સતિષ પટેલ ધર્મેશ પટેલ

ઝોન-3 શિનોર મુકેશ પટેલ(બિરલા) વિકાસ પટેલ

ઝોન-4 વડોદરા વસંત પટેલ યોગેશ પટેલ

ઝોન-5 ડભોઇ જયેન્દ્ર પટેલ દિલીપ નાગજી પટેલ

ઝોન-7 બોડેલી હેમરાજસિંહ મહારાઉલ ઉમેશ શાહ

યશપાલસિંહ ઠાકોર

ઝોન-8 નસવાડી રાકેશ કે.ભટ્ટ જી.બી.સોલંકી

ઝોન-10 સાવલી ઠાકોર પટેલ ડૉ.પ્યારે સાહેબ રાઠોડ

રાજુભાઇ પટેલ

ઝોન-11 વાઘોડિયા મહેન્દ્ર પટેલ શૈલેષ પટેલ

ક- વિભાગ અતુલ પટેલ ધારાસભ્ય ધીરુભાઇ ભીલ

ડ- વિભાગ પાર્થ પટેલ કે.ટી.અમીન