• Gujarati News
  • હાંડોદ સહકારી મંડળીમાં તપાસ થશે

હાંડોદ સહકારી મંડળીમાં તપાસ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણનાહાંડોદ ગામની ફડચામાં ગયેલી વિવિધ કા.સહકારી મંડળીના સભાસદો પાસેથી ધીરાણ કરતાં વધુ વ્યાજ વસૂલવામાં આવતું હોવાનો આરોપ સભાસદોએ લગાવ્યો છે. અંગે સભાસદોએ આરટીઆઇ હેઠળ માહિતી પણ માંગી છે. સભાસદોએ આરોપ લગાવ્યો છે કે લોન ના લીધી હોય તેવા ખેડૂતોના નામે પણ મંડળીમાં લોન બતાવાઇ છે. બીજી તરફ મંડળીના પ્રમુખે આવી કોઇ ગેરરીતિ આચરાઇ હોવા બાબતનો ઇન્કાર કર્યો છે. જિલ્લા રજિસ્ટ્રારે સમગ્ર કેસ અંગે બરોડા સેન્ટ્રલ બેંક પાસેથી દરખાસ્ત મંગાવી તપાસ કરવાનો હુકમ કર્યો છે. નીરજ જૈને જણાવ્યું કે ગુરુવારે મામલે જે સભાસદોને ફડચા અધિકારી દ્વારા નોટિસ અપાઇ છે તે સભાસદો નોટિસનો જવાબ આપશે.