તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણ અને એકસપ્રેસ વે પર 2 ટેમ્પાેચાલકને માર મારી લૂંટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ખેડા જિલ્લાના ધથાલ ગામમાં રહેતો માનસિંગ ગોવિંદ વાઘેલા ગત 18મી માર્ચે પોતાનો આયસર ટેમ્પો લઇને કરજણથી વડોદરા તરફ આવી રહ્યો હતો, ત્યારે સવારના પાંચ વાગ્યાના અરસામાં તે પોર પાસે ટેમ્પો ઉભો રાખી કુદરતી હાજત માટે નીચે ઉતર્યો હતો. દરમિયાન તે વખતે બે શખ્સ અચાનક આવ્યા હતા અને માનસિંગને પકડી લઇ ખેંચીને નજીકની ઝાડીમાં લઇ ગયા હતા, જ્યાં અન્ય ચારથી પાંચ શખ્સ ઉભા હતા. શખ્સો માનસિંગ પર તૂટી પડ્યા હતા અને ગડદાપાટુનો માર મારી તેના પેન્ટના ખિસ્સામાંથી 2000 રૂપિયા રોકડા અને 8000 રૂપિયાનો મોબાઇલ કાઢી લઇ ફરાર થઇ ગયા હતા. માનસિંગે મામલે વરણામા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

લૂંટનો બીજો બનાવ દુમાડ બ્રિજ પાસે એકસપ્રેસ હાઇવે પર બન્યો હતો.અમદાવાદ જિલ્લાના બારેજામાં રહેતો સુરેશ રામસિંગ કોળી ગત 19મી માર્ચે સવારે શિવમ રોડવેઝનો આયસર ટેમ્પો લઇને અંકલેશ્વરથી અમદાવાદ જઇ રહ્યો હતો. દરમિયાન રાત્રે સવા બે વાગ્યે દુમાડ ગામ પાસે બ્રિજની નજીક એકસપ્રેસ હાઇવે પર ટેમ્પો ઉભો રાખીને સુરેશ કુદરતી હાજત માટે નીચે ઉતર્યો હતો. દરમિયાન તે સમયે ત્રણ શખ્સ હાથમાં લાકડી લઇને ધસી આવ્યા હતા અને સુરેશને માર મારતાં તેને જમણા પગે ફ્રેકચર થઇ ગયું હતું. લૂંટારા ટેમ્પાેના ડ્રાઇવરની સીટ નીચે મૂકેલ પાકીટમાંથી 900 રૂપિયા તથા ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજ લૂંટી લઇ ફરાર થઇ ગયા હતા.

મામલે ગંભીર ઇજા પામેલા સુરેશે પોતાના શેઠ દીપકને ફોન કરતાં તેઓ તુરત દોડી આવ્યા હતા અને સુરેશને લઇ જઇ અમદાવાદ વીએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. તેઓ મામલે પોલીસમાં ફરિયાદ કરવા માંગતા હતા, પરંતુ તાલુકા પોલીસે અમદાવાદ જઇ ફરિયાદ નોંધી હતી.

કુદરતી હાજત માટે ઉભેલા ચાલકોને લૂંટારુઓ ખેંચી ગયા

લૂંટારા લાકડી લઇને તૂટી પડતાં એક ટેમ્પાેચાલકને ફ્રેકચર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો