તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાકડાના કાર્ટુનમાં દારૂ પેક કરાયો હતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રકમાં લઇ જવાતા 11 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

વડોદરારેંજ આઇજીના આર.આર. સેલે બૂટલેગરો પર સપાટો બોલાવી 2 દિવસમાં દારૂ ભરેલી ટ્રક અને કારને પકડીને રૂા. 26. 81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સોમવારે નેશનલ હાઇવે નં. 8 પર પોર ગામ પાસેથી શંકાસ્પદ ટ્રકને પકડી જડતી લેતાં મશીનરીની જેમ કાર્ટનમાં પેકિંગ કરેલો રૂા. 11 લાખનો દારૂ પકડાયો હતો. પોલીસે ટ્રકના ડ્રાઇવર-કલીનરની ધરપકડ કરી વધુ બૂટલેગરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

પોર પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થશે તેવી માહિતી મળતાં વડોદરા રેંજ આર.આર.સેલની ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન શંકાસ્પદ ટ્રક પસાર થતાં ટીમે તેને કોર્ડન કરી જડતી લેતાં લાકડાનાં કાર્ટન દેખાયાં હતાં. બૂટલેગરોએ પોલીસને ઊંધાં ચશ્માં પહેરાવવા માટે દારૂને મશીનરીની જેમ પેકિંગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે રૂા. 11.04 લાખનો વિદેશી દારૂ અને બિયરનાં ટિન મળી 10644 નંગ જપ્ત કર્યાં હતાં. ઉપરાંત ટ્રક અને મોબાઇલ સહિત કુલ રૂા. 18.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રકના ડ્રાઇવર અને કલીનર યોગેશ ઉમેશ વિશ્વકર્મા ( રહે. ખુશીનગર, ઉત્તરપ્રદેશ, હાલ રહે. વાપી) અને રાકેશ ગોપાલસીંગ રાજપૂત ( રહે. પુનિયા, બિહાર, હાલ રહે. દમણ)ની ધરપકડ કરી હતી. બંનેની પૂછતાછ કરતાં વિદેશી દારૂ-બિઅરનો જથ્થો દમણથી લઇ વટામણ ચોકડી લઇ જવાનો હતો. જ્યાંથી કોલ કરીને બૂટલેગરને આપવાનો હતો તેમ ઇનચાર્જ પીએસઆઇ અાર.એમ. પરમારે જણાવ્યું હતું.

અન્ય એક બનાવમાં શનિવારે પણ આર.આર.સેલની ટીમે કરજણ ટોલનાકા પાસેથી દારૂ ભરેલી સિયાઝ કાર પકડી પાડી હતી. પોલીસને જોઇ ડ્રાઇવરે કાર રિવર્સમાં લીધી હતી. જોકે, પોલીસે કારની ચાવી કાઢી લેતાં કાર અટકી ગઇ હતી. પોલીસે રૂા. 69200નો દારૂ અને કાર મળી કુલ રૂા. 8.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વરણામા પોર ગામે દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ.

હાઇવે પર પોર પાસે આર આર સેલનું ચેકિંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો