તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

96 હજારના દારૂ સાથે ઝડપાયેલા લાલુ સિંધીના સાગરીતો જેલ ભેગા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રૂા.96 હજારના દારૂ સાથે પકડાયેલા બૂટલેગર લાલુ સિંધીના 2 સાગરીતોના રિમાન્ડ સોમવારે પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. દારૂના સપ્લાયર લાલુ સિંધી અને સોનુ હજુય પોલીસ પહોંચથી દૂર છે. બીજી તરફ લાલુ સિંધી કરજણ - આમોદ રોડથી ભરૂચમાં પ્રવેશે તે માટે ભરૂચ પોલીસ એકશનમાં આવી ગઇ છે.

ગત શુક્રવારે સ્ટેટ મોનિટરિંગ સેલે કપુરાઈના તળાવ પાસેથી દારૂ ભરેલી કાર પકડી પાડી હતી. રૂા. 96000ના દારૂ અને કાર સહિત રૂા. 2.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ડ્રાઇવર સતીશ ઓમપ્રકાશ પ્રજાપતિ અને અશોક સેવુમલ તોરાણીની ધરપકડ કરી હતી. પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો વારસિયાના કુખ્યાત બૂટલેગર લાલુ સિંધી અને સોનુનો હોવાનું બંનેએ કબૂલ્યું હતું. સોનુએ લાલુ સિંધીનો માલ આવવાનો છે તેમ કહેતો લાલુની ગેટ્સ કાર લઇને કરજણ આમોદ રોડ પરની મિયાગામ ચોકડી પાસે ગયો હતો. જ્યાંથી સોનુએ મોકલેલો શખ્સ કારને લઇ ગયો હતો. એક કલાક બાદ તેમાં દારૂ ભરીને પરત આપી જતાં તે કપુરાઇ ગામે લઇને આવ્યો હોવાની પણ કેફિયત કરી હતી. લાલુ સિંધીએ કરજણ તાલુકાના છેવાડાના ગામમાંથી દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાની વિગતો પણ જાણવા મળી હતી. પોલીસે સતીસ અને અશોકને સોમવારે કોર્ટમાં રજૂ કરતાં કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલે કપુરાઇના તળાવ પાસેથી પકડ્યાં હતા

લાલુ સિંધી ભરૂચમાં પ્રવેશે તે માટે પોલીસ એક્શનમાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો