તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીનો પ્રચાર બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા પંચાયતની વલણ બેઠક અને કરજણ તાલુકા પંચાયતની ચોરંદા બેઠક ખાલી પડતાં બંને બેઠકોની પેટાચૂંટણી તા.27 નવેમ્બરે યોજાનાર છે. ચૂંટણી માટે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા પ્રચાર અભિયાનનો શુક્રવારે છેલ્લો દિવસ હોઇ શુક્રવારે સાંજે 5 વાગે પેટાચૂંટણી માટે ચાલતો પ્રચાર શાંત થઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બંને બેઠકો પર 3-3 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

વલણ જિ.પં.ની બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના મુબારક આઇ.યુ.પટેલ, ભાજપના શરીફ માંકણવાલા, જેડીયુના મહંમદ સેલાર વચ્ચે જંગ જામશે. જ્યારે ચોરંદા તા.પં.બેઠક પર એકપણ ઉમેદવારે ફોર્મ પરત લીધું નહોતું. જેથી ચોરંદા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં રહેનાબહેન શબ્બીર કડીવાલા, ભાજપના યુસુફ મન્સુરી અને જે.ડી.યુ.ના રણજિત પાટણવાડિયા વચ્ચે જંગ જામશે. રવિવાર તા.27 નવેમ્બરે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.

રવિવારે વલણ-ચોરંદા બેઠક માટે મતદાન

બંને બેઠકો પર 3-3 ઉમેદવારો વચ્ચે જંગ

અન્ય સમાચારો પણ છે...