• Gujarati News
  • વડોદરા સુગરની 15 બેઠકો માટે મતદારોને મનાવવા 38ની મથામણ

વડોદરા સુગરની 15 બેઠકો માટે મતદારોને મનાવવા 38ની મથામણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15મીએપ્રિલના રોજ વડોદરા સુગરના નિયામક મંડળની ચૂંટણી યોજાવાની છે. જેમાં 17 બેઠકો માટેની ચૂંટણીમાં 2 મહિલા બેઠક બિન હરીફ થતાં 15 બેઠકો માટે વડોદરા સુગરની ચૂંટણીનો જંગ જામ્યો છેઇ જેમાં એક સુગરના સત્તાધારી પક્ષની પ્રગતિ પેનલ અને બીજી ખેડૂત હિતરક્ષક પેનલ તથા 10 અપક્ષ ઉમેદવારો આમ કુલ 38 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. અને 11 ઝોન પ્રમાણે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારો હવે જોન પ્રમાણે બેઠકો કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બે પેનલો અને 10 અપક્ષોનો ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે.

વડોદરા સુગરની ચૂંટણી 15 એપ્રિલના રોજ યોજાવાની છે. નિયામક મંડળની 17 બેઠકોની ચૂંટણી છે. જેમાં 11 ઝોન 1 મંડળી વિભાગ, 1 અનુસુચિત જનજાતી 1 નાના શ્રીમાંત ખેડૂત વિભાગ, 2 મહિલા અનામત અને 1 શેરડી નહીં પકવતાં સભાસદોનો વિભાગ આમ 2 મહિલા અનામત બેઠકો બીનહરીફ થવા પામી છે. જેમાં 15 બેઠકોની સામે કુલ 38 ઉમેદવારો જંગમાં છે જેમાં સત્તાધારી ભાજપા પ્રેરીત પ્રગતી પેનલ અને બીજી ખેડૂત હિતરક્ષક પેનલ આમ બે પેનલોનો ચૂંટણી પ્રચાર ધમધમી રહ્યો છે. જ્યારે 10 અપક્ષો પણ એમણી રીતે એકલા પ્રચાર કરી રહ્યા છે. 11 ઝોન હોવાથી બન્ને પેનલ દ્વારા જોન પ્રમાણે બેઠકો કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેમા ખાસ કરીને કરજણ, શિનોર, ડભોઇ, વડોદરા તાલુકાના ગામડાઓમાં સુગરની ચૂંટણી પ્રચારની ગાડીઓથી ગામડાઓ પણ ધમધમી રહ્યા છે. પાંચ દિવસ મતદાનના બાકી હોય ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે.

કરજણ