તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બકરાના કાન પર કબૂતરનું ચિત્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બકરીઇદના તહેવાર આડે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે કુરબાની માટેના બકરાની ખરીદીમાં ભારે તેજી જોવા મળી રહી છે. વાડી વિસ્તારમાં એક બકરાના કાન પર કબુતરનું ચિત્ર દેખાતું હોવાના કારણે બકરાની ખરીદી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બકરાની ખરીદી માટે એક ખરીદદારે રૂા.2,50,000 ચૂકવવા માટેની તૈયારી બતાવી હતી પરંતુ માલિકે તેઓ બકરો રૂા.11,11,786માં વેંચવા માંગતા હોવાનું જણાવી ઓફર ઠુકરાવી દીધી હતી. વાડી વિસ્તારમાં રહેતા ગુલામમહંમદ સોપારીવાલાએ કહ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા તેમણે બકરો કરજણ ખાતેથી ખરીદ્યો હતો અને બકરાના કાન પર કબુતરનું ચિત્ર દેખાય તે કુદરતનો કરિશ્મા કહેવાય એટલે તેણે જવલ્લે જોવા મળતાં આવા કરિશ્માવાળા બકરાની કિંમત રૂા.11,11,786 રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો