તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતની અદબ નહીં જાળવનાર પોલીસને 10 દિવસની મહેતલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરજણનાઅણસ્તુ ગામે માતાની અંતિમ ક્રિયાને અધવચ્ચે અટકાવવાના કેસમાં માનવ અધિકાર આયોગે ઘટનાની તપાસનો અહેવાલ 31 ઓગસ્ટ સુધી મોકલી આપવા સૂચના આપી હતી. જોકે, પોલીસે સમયસર અહેવાલ નહિ મોકલતાં આયોગે તેની વિપરીત નોંધ લઇ 10 દિવસની મહેતલ આપી છે.

અણસ્તુ ગામના દલિત યુવક સુરેશ રોહિતની માતા હીરાબહેનનું 30 ડિસેમ્બર 2015ના રોજ અવસાન થયું હતું. અંતિમ ક્રિયા સમયે બીટ જમાદાર નરપતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇએ પીઆઇ એચ.એમ. વ્યાસના આદેશથી સ્મશાન યાત્રાને અટકાવી હતી. ઝેરી દવા પીવડાવતાં મોત થયું હોવાનો મેસેજ મળ્યો હોવાનું પોલીસે કહેતાં પુત્ર સુરેશે માતાના કુદરતી મોત અંગેનાં માતાનાં તબીબી સર્ટિફિકેટ દર્શાવ્યાં હતાં. છતાં પોલીસે પુત્રને નિવેદન લેવા ઉભો રાખ્યો હતો. મામલે સુરેશે માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂઆત કરી હતી. આયોગે સમગ્ર કેસ અંગે જરૂરી પગલાં લઇ 31 ઓગસ્ટ પહેલાં જરૂરી કાર્યવાહી કરી અહેવાલ આપવા વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકને આદેશ આપ્યો હતો. નિયત મુદ્દત પૂરી થવા છતાં ડીવાયએસપીએ અહેવાલ નહિ આપતાં આયોગે તેની વિપરીત નોંધ લીધી હતી. અને વધુ 10 દિવસની મુદ્દત આપી છે.

અહેવાલ 31 ઓગસ્ટ સુધી મોકલવા આદેશ આપ્યો હતો

અંતિમક્રિયાને વચ્ચે રોકવાના મામલે પોલીસની ઝાટકણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો