• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Karjan
  • કરજણમાં નર્મદા નિગમની કચેરીમાં એક જ કર્મચારી હાજર : રજિસ્ટરમાં અનેક કર્મચારીઓની સહીઓ નથી

કરજણમાં નર્મદા નિગમની કચેરીમાં એક જ કર્મચારી હાજર : રજિસ્ટરમાં અનેક કર્મચારીઓની સહીઓ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણ જૂની જીથરડી રોડ પર આવેલી નર્મદા નિગમની કચેરી ખાતે સોમવારે સવારે ૧૦.૩૦ વાગ્યા પછી જતા કચેરીમાં માત્ર એક જ કર્મચારી હાજર હતા અને કર્મચારીના રજીસ્ટરમાં અનેક કમર્ચારીઓએ સહીઓ કરેલ નથી તો ઘણા કર્મચારીઓએ તો ઘણા દિવસોથી રજીસ્ટરમાં સહીઓ જ કરેલ નથી. કર્મચારીઓ સાઈટ પર ગયા હશે પરતું હાલમાં તો ચોમાસું છે એટલે કેનાલના રીપેરીંગ પણ બંધ છે. કર્મચારીઓ અનિયમિત આવે છે અને એમની હાજરીની સહીઓ પણ મસ્ટરમાં કરેલ નથી. કરજણ નર્મદા નિગમની કચેરી રામભરોસે ચાલતી હોય તેમ જોવા મળ્યું હતું. કરજણ જૂની જીથરડી રોડ પર આવેલી નર્મદા નિગમની કચેરી ખાતે સોમવારે સવારે ૧૦.૩૦ વગ્યા પછી કચેરીમાં કર્મચારીઓ આવેલ નહોતા માત્ર એક જ કર્મચારી આવેલ હતાં. તેમને અન્ય કર્મચારી વિશે પૂછતાં તેમને જણાવેલ કે ડાઈરેક્ટ સાઈડ પર ગયા હશે. જ્યારે કર્મચારીઓની હાજરી મસ્ટરમાં અનેક કર્મચારીએ નિયમિત સહીઓ કરેલ ના હતી અને અનેક તારીખોમાં કર્મચારીઓની સહીઓ બાકી છે. તેમજ એક કર્મચારીએ મહિનાઓથી સહીઓ કરેલ નથી આમ હાલમાં ચોમાસું છે જેથી કેનલોનું રીપેરીંગ કામ પણ બંધ છે તેમજ જો કર્મચારીઓ સાઈટ પર ગયા હોય તો મુમેન્ટ રજીસ્ટર કેમ મેઇન્ટેન કરવામાં આવતું નથી. આ બાબતે કચેરીના નાયબ ઇજનેર એ આર પટેલને પુછાતા તેઓએ જણાવેલ હું ચાર માસથી ઈન્ચાર્જમાં છું મને કઈ ખબર છે નહીં. તેઓ કર્મચારીની નોંધ નહીં રાખતા હોય તે અંગે પ્રશ્ન થઇ રહ્યાં છે. નર્મદા નિગમની કચેરીમાં લોલમલોલ વહીવટ ચાલી રહ્યો હોય તેમ જણાય છે.

અન્ય સમાચારો પણ છે...