તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇવે પર ટ્રક ડ્રાઇવરોને લૂંટતી જોગી ગેંગ ઝડપાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બામણગામની સીમમાં ગત 10 માર્ચે રાત્રે ભરૂચથી વડોદરા આવતી ટ્રકનો ડ્રાઇવર મોર્ડન કંપની પાસે લઘુશંકા કરવા જતાં 4 લૂંટારુઓ તેને ઝાડીમાં ખેંચી જઇ માર માર્યો હતો. ડ્રાઇવરની બૂમો સાંભળી ક્લીનર રાજેન્દ્ર પરશરાવ દેવકર છોડાવવા જતાં તેને પણ ફટકાર્યો હતો. માંડ માંડ જીવ બચાવી ભાગેલા ક્લીનરે નજીકના સિક્યુરિટી જવાનોની મદદ માગી હતી પરંતુ મદદ મળે તે પહેલા તો લૂંટારુઓએ તેનું ગળુ દબાવી હત્યા કરી મોબાઇલ અને રોકડ લૂંટી લીધા હતાં. ત્યારબાદ દુમાડ પાસે ટેમ્પો ચાલકને બેટરી બતાવી ઉભો રાખી લૂંટ ચલાવી હતી.

ચકચારી લૂંટ વીથ મર્ડરની તપાસ દરમિયાન લૂંટારુ ટોળકીના સાગરિતો શહેરના હરણી, ન્યૂ વીઆઇપી રોડ તેમજ બાપોદ વિસ્તારમાં રહેતા હોવાની બાતમી મળતાં વડોદરા ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.એચ. જોષી સહિતના સ્ટાફે દરોડો પાડી રાજસ્થાનની જોગી ગેંગના સૂત્રધાર રમેશ પારૂ જોગી સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા હતાં. પૂછતાછમાં અન્ય બે સાગરિતોની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ટોળકીએ નેશનલ હાઇવે પર અંકલેશ્વરથી વાસદ વચ્ચે ટ્રક ડ્રાઇવરોને માર મારી લૂંટી લીધા હોવાના 22 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઉપરાંત ટોળકી પાસેથી 17 મોબાઇલ પણ મળી આવતા તેને કબજે કર્યા હતાં.

હું પણ ગાંધી .. ટી શર્ટ પરના લખાણથી અચરજ

લૂંટારુ ગેંગ પૈકી એકની ટી શર્ટ પર હું પણ ગાંધી .. એવું લખાણ લખેલું હોય આશ્ચર્યનું મોજુ ફરી વળ્યું હતું. થોડા સમય પહેલા એક રાજકિય પક્ષે એક જાહેર કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમને સંલગ્ન ટી શર્ટ પણ અપાઇ હતી. લૂંટારુએ ટી શર્ટ પહેરી હતી કે કેમ તે અંગે પણ અનેકવિધ સવાલો ઉભા થયા હતાં.

પીઆઇ બાધા પૂરી કરવા પાવાગઢ ચાલતા જશે

મહારાષ્ટ્રના ટ્રક ડ્રાઇવરની હત્યા અને લૂંટના ગુનામાં જોગી ગેંગના 5 સાગરિતોની ધરપકડ થતાં એલસીબી પીઆઇ જોષી ભાવુક થઇ ગયા હતાં. મૃતક ડ્રાઇવરના બારમા- તેરમાની અંતિમક્રિયા પહેલા લૂંટારુ ગેંગ પકડાઇ જતાં તેઅો બાધા પૂરી કરવા માટે પાવાગઢ ચાલતા જશે. તેમ પણ તેમણે કહ્યું હતું.

લૂંટારુ ગેંગના કોણ પકડાયા

1.રમેશ પારૂ જોગી, રહે. રાજસ્થાન

2. ગોપાલ માંગીલાલ ભામ્બી વણકર, રહે. વાઘોડિયા રોડ

3. રાજુ રામાભાઇ જોગી , રહે. વાઘોડિયા રોડ

4. રાજેશ સરદાર, રહે. સાગવાડા

5. પ્રેમ બલઇ (બુનકર) રહે. સાગવાડા

વોન્ટેડ

1. દેવીલાલ ઉર્ફે દેવલો અમરા જોગી , રહે. રજીયાવાસ, કાંકરોલી , રાજસ્થાન

2. રંગલાલ જોગી , રહે. રજીયાવાસ, કાંકરોલી, રાજસ્થાન

ગેંગના સૂત્રધાર સહિત 5 પકડાયા , 22 લૂંટનો ભેદ ઉકેલાયો

ટોર્ચની લાઇટ કે મોબાઇલ ફ્લેશ બતાવી લૂંટને અંજામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો