• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Karjan
  • વહિવટી તંત્ર અને પોલીસની સમજાવટને નાગરિકોએ માન આપતાં હાશકારો

વહિવટી તંત્ર અને પોલીસની સમજાવટને નાગરિકોએ માન આપતાં હાશકારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધૂળેટી પર્વે મહી-નર્મદા નદીમાં

નહાવાના પ્રતિબંધનો કડક અમલ

દર વર્ષે ધૂળેટી પર્વમાં નર્મદા અને મહિસાગર નદીમાં તથા કેનાલમાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હતી. ડૂબી જવાના બનાવોને અટકાવવા માટે કલેકટર દ્વારા મહિસાગર અને નર્મદા નદીમાં વિવિધ સ્થળો પર નહાવાનો પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવતું હતું. જો કે આમ છતાં કેટલાક સ્થળો પર જાહેરનામાનો કડક અમલ થતો ના હોવાથી લોકો નદીમાં નહાવા જતા રહેતા હતા અને નદીમાં તણાઇ જવાના અને ડૂબી જવાના કિસ્સા બનતા હતા.

જો કે વખતે પણ ધૂળેટી પર્વે કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું હતું અને તમામ સ્થળોએ પોલીસે તેનો કડક અમલ કર્યો હતો, જેથી ડૂબી જવાની કે તણાઇ જવાની એક પણ ઘટના નોંધાઇ હતી.સાવલીના લાંછનપુર અને કરજણ નજીકના નારેશ્વર તથા સિંધરોટ અને પોઇચા સહિતના સ્થળોએ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને રંગોત્સવ માણીને નદીમાં નહાવા આવેલા લોકોને સમજાવીને અટકાવી તેમને પરત મોકલ્યા હતા. પોલીસે લોકોને નદીની નજીક જવા માટે સમજાવ્યા હતા. ધૂળેટી પર્વમાં ડુબી જવાની ઘટનાઓ ના બનતા પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

શહેર નજીક આવેલ મહીસાગર નદી પરના ચેક ડેમ પર ધૂળેટી પર્વમાં કોઇ હોનારાત થાય તે માટે થઇને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

કોઇ અઘટિત બનાવ બનવા પામ્યો નથી

પોલીસે સમજાવીને લોકોને પરત કર્યા

ગયા વર્ષે પાંચ યુવકો ડૂબી ગયા હતા

^આ વર્ષે ફાયર બ્રિગેડને નદી કે કેનાલમાં ડૂબવાેનો કોલ મળ્યો નથી. જાહેરનામાનો યોગ્ય અમલ કરાયો હતો, જેથી કોઇ અઘટિત બનાવ બન્યો નથી. > દિપકગુંજાલ, ઇન્ચાર્જચીફ ફાયર ઓફિસર

^નદી તરફ કોઇ ના જાય તે માટે વર્ષે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.પોલીસે લોકોને સમજાવીને પરત મોકલ્યા હતા. > જે.જે.પઠાણ,પીએસઆઇ,સાવલી પોલીસ સ્ટેશન

ગયા વર્ષે પોઇચામાં નહાવા ગયેલા વારસિયાના બે સગા ભાઇ સહિત ચાર યુવકો ડૂબી ગયા હતા, જયારે અંકોડિયાના યુવાનનું મોત થયું હતું. 2015માં ડૂબી જવાથી બે વ્યક્તિનાં મોત થયા હતા.

વર્ષે ડૂબીજવાથી મોતની એક પણ દુર્ઘટના બની

અન્ય સમાચારો પણ છે...