તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નદીકાંઠાના ગામોમાં મગરના આતંકથી ગ્રામજનોમાં ભય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મગર-માનવનું ઘર્ષણ ટાળવા જાળીવાળા સ્ટ્રકચર બનાવાયા

વધુ સ્ટ્રકચર્સ-એન્ક્લોઝર્સ બનાવવા વન ખાતાની તૈયારી

સામાજિકવનીકરણ વિભાગે વડોદરા જિલ્લામાં આવેલા નદીકાંઠાનાં ગામોમાં મગર-માનવનું ઘર્ષણ ટાળવાના હેતુથી ઓવારા પર જાળીવાળા સ્ટ્રકચર બનાવી વાસણ-કપડાં ધોવા જતી મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવાનું અનોખું કાર્ય કર્યું છે.

વધતા જતા શહેરીકરણને લીધે વન્યજીવોના વસવાટ વિસ્તારોને ખલેલ પહોંચી છે. જેના કારણે માનવ સાથે સંઘર્ષની ઘટનાઓ ઘટે છે. ખાસ કરીને છેલ્લા એક દાયકા ઉપરાંતના સમયથી વડોદરામાં મુખ્યત્વે વિશ્વામિત્રીના કાંઠા વિસ્તાર તેમજ નદી તળાવોમાં મગરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નદીકાંઠે પ્રાણીને માનવ દ્વારા ખલેલ પહોંચવાના પગલે દાખલ કરનારા તેેમજ ઘાતક હુમલાના બનાવો બન્યા છે.

બાબતને ધ્યાનમાં રાખી સામાજિક વનીકરણ વિભાગે વડોદરા તાલુકાના દેણા અને કરજણ તાલુકાના વીરજઇ, લીલોડ ગામોમાં મગરોને કાંઠા વિસ્તારમાં આવતા અટકાવવા જાળીવાળાં ખાસ સ્ટ્રકચર્સ બનાવ્યાં છે. જેનો આશય વાસણ-કપડાં ધોતી બહેનો તેમજ નદીનો ઉપયોગ કરનારાઓને રક્ષણ આપવાનો અને માનવ-મગર સંઘર્ષ ટાળવાનો છે. તેની સાથે મગર પણ તેના કુદરતી વાતાવરણમાં રહી શકે છે. હાલપ્રાયોગિક ધોરણે બે સ્ટ્રકચર્સ બનાવાયાં છે. માટે લોકો તરફથી વધુ માગણી થશે તો આવા વધુ સ્ટ્રકચર્સ-એન્લોક્લોઝર્સ બનાવવાની તૈયારી વિભાગે રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો