તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણ હાઇવે પર વળાંક લેતી ટ્રક સાથે કાર ભટકાઇ : 3 મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગૂરૂપૂર્ણિમાનિમિતે અમદાવાદથી ચાર યુવકો સ્વીફટ કાર લઈને ભરૂચ નજીક ગુરૂદ્વારા ખાતે આવેલ ટીંબા કંપની પાસે ટ્રક વળાંક લેતી હતી ત્યારે સ્વીફટ કાર ટ્રકમાં અથડાઈને સીધી રોડની પલટી ખાતા કારમાં સવાર ચાર યુવકો માંથી ત્રણ યુવકોનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. ચોથા યુવકને ઈજા થતા સારવાર હેઠળ છે.

અમદાવાદમાં રહેતા ગુરમીતસિંગ પાલસીંગ પોતે તથા તેમના ગુરૂજી અમૃતપાલસીંગ નહાલ તથા ગુરમીતસીંગ તેમજ ડ્રા‌યવર ગુલજારસીંગ સ્વીફટ કાર લઈને અમદાવાદથી સવારે સાત વાગે ભરૂચ ખાતે ગુરૂદ્વારા જવા નીકળેલ ત્યારે કરજણથી ભરૂચ તરફ જતા કરજણ નજીક ટીબીયા કંપની પાસે આગળ ચાલતી ટ્રક ચાલકે પોતાની ટ્રક પુરઝડપે હંકારી ટીબીયા કંપની પાસે વળાંક લેતા મારૂતી સ્વીફટને અથાડી સ્વીફટ રોડની બાજુની ગટરમાં પલટી ખાઈને પડી હતી. જેમાં ગુરમીતસીંગ રહે. માધવ બંગલો વસ્ત્રાલ અમદાવાદનાઓને માથાના ભાગે ઈજા થઈ હતી.ડ્રાઈવર ગુલજારસીંગ પંજાબની કરજણ દવાખાનામાં મોત નીપજયું હતું. જયારે ગુરમીતસિંગને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. ગુરુજી અમૃતપાલસિંગ નહેલ કરજણથી વધુ સારવાર માટે વડોદરા લઈ જતા ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા.

અમદાવાદના 4 યુવાનો ભરૂચ જતા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો