તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેથાણ ગામના સ્મશાનના લીમડા નીચે જુગાર રમતા આઠ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકના દેથાણ ગામની રેલવે ફાટક પાસે આવેલ સ્મશાનમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા જુગારીયઓને પોલીસે કોર્ડન કરીને 8 જુગારીયાઓને ઝડપી અંગજડતીના દાવપરના અને 8 મોબાઇલ આમ કુલ 15235ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કરજણ પોલીસને મળેલી બતામીના આધારે દેથાણ ગામે જુગાર રમાય છે. પોલીસે બાતમી આધારે દેથાણ ગામની રેલ્વે ફાટક પાસે આવેલ સ્મશાનમાં આવેલ લીમડાના ઝાડ નીચે પત્તાપાનાનો જુગાર રમતા 8 જુગારીયા, જેમાં જશવંત ગોરધનભાઈ વસાવા, સોમાભાઇ શનાભાઈ વસાવા, રમેશ કાંતિભાઈ વસાવા, રતિલાલ છોટાભાઈ વસાવા, માધવ બુધાભાઈ ઓડ, ભરત ઠાકોરભાઈ બેલદાર તમામ રહે દેથાણ તેમજ અનવર અબ્દુલ ખોખર રહે. કાંસાગર તા.જંબુસર હનીફ રહીમ સોલંકી રહે. મદાપર તા. જંબુસરનાઓની અંગજડતીના 7035 તેમજ હારજીતના દાવ પરના 3200 તેમજ 8 નંગ મોબાઇલના 5000 આમ કુલ મળીને પોલીસે 15253ના મુદ્દામાલ સાથે 8 જુગારીયાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...