તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Karjan
  • Karjan બાગણગામ પાસેથી 4.54 લાખના સીસમના લાકડા ભરેલાે ટેમ્પો જબ્બે

બાગણગામ પાસેથી 4.54 લાખના સીસમના લાકડા ભરેલાે ટેમ્પો જબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણ પોલીસ સ્ટેશનના સ્ટાફ કરજણ તાલુકાના બામણગામ પાસે વાહન ચેકિંગમાં હતાં. ત્યારે પીએસઆઈને બાતમી મળેલ કે એક પીકઅપ ટેમ્પો શંકાસ્પદ વસ્તુ ભરીને ભરૂચ તરફથી વડોદરા તરફ જવાનો હોવાની બાતમી મળેલ જેમાં કરજણ પોલીસે બામણગામ પાસે ટેમ્પો રોકાવાનો ઇસરો કરતા આગળ જઇને ટેમ્પો ઉભો રાખીને પોલીસને જોઈને ટેમ્પો ચાલક ભાગી છૂટ્યો અને બાજુમાં બેસેલ ઈસમ પોલીસના હાથમાં આવી ગયેલ છે. જ્યારે ટેમ્પોમાં સીસમનું ઇમારતી લાકડું ભરેલું હતું. જેની કિંમત 454143 અને ટેમ્પોની કિંમત 150000 આમ 605646નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

કરજણ પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો નેશનલ હાઈવે પર શનિવારે રાત્રે બામણગામ પાસે વાહન ચેકિંગમાં હતો. ત્યારે કરજણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ પી પરમારને બાતમી મળેલ કે એક ટેમ્પો જી જે 21 ટી 2928માં શંકાસ્પદ વસ્તુ ભરીને ભરૂચ તરફથી વડોદરા તરફ જઇ રહ્યો છે. જવાથી વાહન કરતા પીએસઆઈ આર જી દેસાઈનાઓએ બાતમી આધરિત ટેમ્પો આવતા તેને રાત્રે બેટરીના ઇશારે રોકાવાનો ઇસરો કરતા ટેમ્પો આગળ જઇને ઉભો રહ્યો હતો અને પોલીસને જોઈને ટેમ્પો ચલાક અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યો હતો. જ્યારે ટેમ્પોનો કન્ડક્ટર રતનલાલ ગોપાલલાલ સુથાર રહે નિશાળ ફળિયું કરાળા તા. પલસાણા જિ. સુરતનાઓની અટકાયત કરી ટેમ્પો તપાસ કરતા બીલ વગરનું સીસમનું ઇમારતી લાકડું કિંમત 454143 તેમજ ટેમ્પોની કિંમત 150000 આમ કુલ મળીને પોલીસે 605646ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી કર્યાવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...