કરજણના રબારીવાસમાંથી ક્રિકેટ પર સટ્ટો રમાડતાે 1 શખ્સ ઝડપાયો

સલીમશા દિવાન સટ્ટો રમાડતાે હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી લેપટોપ, ટીવી અને ચાર મોબાઇલ સાથે 36000નો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Karjan - કરજણના રબારીવાસમાંથી ક્રિકેટ પર સટ્ટો રમાડતાે 1 શખ્સ ઝડપાયો
કરજણ નગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી કરજણ પોલીસે જલારામ નગરમાં આવેલ પ્રાથમિક શાળાની પાછળના ભાગે રબારી વાસમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતા એક ઇસમને 36250ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કરજણ નગરના જલારામ નગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી કરજણ પોલીસને મળતા પોલીસે બાતમી આધારે જલારામ નગરમાં આવેલી પ્રાથમિક શાળાની પાછળ આવેલ રબારી વાસમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો સલીમશા રૂસ્તમશા દીવાન ક્રિકેટ મેચ પર રમાડતો હતો.

જેમાં પોલીસે તેની પાસેના સટ્ટો રમાડવાના લેપટોપ, એલઈડી ટીવી તેમજ ચાર નંગ મોબાઇલ આમ કુલ મળીને પોલીસે 36250ના મુદ્દામાલ સાથે સલીમશા દીવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

X
Karjan - કરજણના રબારીવાસમાંથી ક્રિકેટ પર સટ્ટો રમાડતાે 1 શખ્સ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App