કરજણ |કરજણના સાસરોદ ગામથી બાઈક લઇને બે વ્યક્તિ પાલેજ આવતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ |કરજણના સાસરોદ ગામથી બાઈક લઇને બે વ્યક્તિ પાલેજ આવતી હતી. ત્યારે સાસરોદ પાસે હાઇવે પર ટેન્કર ચાલકે બાઇકને અડફેટમાં લેતાં બાઇક સવાર એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કરજણના સાસરોદ ગામેથી નીજામભાઇ પટેલ અને તેમનો મિત્ર યાકુબભાઇ પટેલ બાઈક લઇને સાસરોદથી પાલેજ આવવા નીકળ્યા હતા. ત્યારે સાસરોદથી હાઇવે પર પાછળથી આવતી ટેન્કરના ચાલકે પોતાનું ટેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને અડફેટમાં લીધી હતી. જેમાં બાઇક સવાર નીજામભાઇ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું.

સાસરોદ નજીક ટેન્કરે બાઇકને અડફેટે લેતાં યુવકનું મોત નીપજ્યું

અન્ય સમાચારો પણ છે...