નર્મદાના દુકાળમાં અિધક જેઠ : ઓઝના અર્ધકુંભને જળસંકટ નડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિક જેઠ મહિનાનો યોગ વર્ષ 2007 પછી એટલે કે, 11 વર્ષ પછી સર્જાશે. અધિક જેઠ મહિનામાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નર્મદા તટે આવેલા ઓઝ ગામે રામેશ્વર મહાદેવ અને માર્કંડેશ્વર મહાદેવના સાંનિધ્યમાં અર્ધકુંભ મેળો યોજાશે. અર્ધકુંભ મેળાને આડે દોઢ જ મહિનો બાકી રહ્યો હોવા છતાં વડોદરા જિલ્લા વહીવટી તંત્રે હજુ સુધી કોઇ જ તૈયારીઓ કરી નહોઇ તંત્રની નિષ્ક્રિયતા સપાટી પર આવી છે. નર્મદાનું જળસંકળ આ અર્ધકુંભને નડે તેવી શકયતા જોવાઇ રહી છે.

તા.16 મે થી તા.15 જૂન સુધી અધિક જેઠ મહિનાનો યોગ સર્જાયો છે. જ્યારે અધિક જેઠ મહિનાનો યોગ હોય છે ત્યારે ઓઝ ગામે અર્ધકુંભ મેળો યોજાય છે. જેમાં 5થી 7 લાખ શ્રદ્ધાળુઓ ઓઝ ગામ સ્થિત રામેશ્વર મહાદેવ અને માર્કંડેશ્વર મહાદેવના દર્શન તેમજ નર્મદા નદીમાં પવિત્ર સ્નાન માટે ઉમટે છે. અર્ધકુંભ મેળાને હવે દોઢ મહિનો બાકી રહ્યો છે. પરંતુ હજુ સુધી જિલ્લા વહીવટી તંત્રે લાખો શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખી પાણી, રસ્તા, ટોયલેટ, પાર્કિંગ, નર્મદા નદીમાં સલામત સ્નાન જેવી સુવિધાઓ ઊભી કરવા લક્ષ્ય આપ્યું નથી. રામેશ્વર મહાદેવ અને માર્કંડેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરોના રંગરોગાન, મંદિર તરફ જતા માર્ગો નવા બનાવવા જેવા કોઇ જ કામો શરૂ કર્યા નથી.

ઓઝનું માર્કંડેશ્વર મહાદેવના પૌરાણિક મંદિર અને અર્ધ કુંભમેળો જયાં યોજાય છે ત્યાં હજી કોઇ તૈયારી શરૂ કરાઇ નથી.

ઓઝ ગામમાં અર્ધકુંભ મેળાની તૈયારી અને સુવિધાઓ શરૂ કરાવવા ધારાસભ્ય અક્ષય પટેલ સક્રીય બન્યા છે. તેઓ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખનાર છે.

મેળાની સુવિધાઓ માટે તાલુકા-જિલ્લા કક્ષાએ રજૂઅાત કરાશે. પાયાની સુવિધા ઉભી કરવા પંચાયતનેફંડ ફાળવવા માગણી કરાશે. રમીલા પટેલ, સરપંચ, અોઝ

અર્ધકુંભ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં પવિત્ર સ્નાન કરે છે. ત્યારે નર્મદા નદીમાં અર્ધકુંભ મેળા દરમિયાન પાણી છોડવા સરકારમાં પત્ર લખી માગણી કરાશે.

ઓઝ ગામ વનવાસ દરમિયાન ભગવાન રામચંદ્રજીએ વસાવ્યું હોઇ આ ગામ અવધપુરી-અયોધ્યાપુરી તરીકે પણ ઓળખાય છે. અહીં ભગવાન રામજી દ્વારા સ્થાપિત શિવલિંગ રામેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. આ ઉપરાંત માર્ડંડ ઋષિએ હજારો વર્ષ સુધી આ ભૂમિ પર તપ કર્યું હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. વાયકા મુજબ માર્કંડ ઋષિએ નર્મદામાં પધરાવેલા શિવલિંગ અધિક જેઠમાં રેતીના શિવલિંગ થઇ બહાર નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...