તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ વરસાદે કરજણમાં વીજ પુરવઠો ડુલ થતા લોકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ નગર અને તાલકામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આપવામાં આવે તો વીજ પુરવઠો સામાન્ય વરસાદ કે સામાન્ય પવન ફૂંકાતા વીજળી ગુમ થઇ જાય છે. વીજ કંપનીઓની પ્રિમોન્સૂન કામગીરી પોકળ સાબિત થવા પામી છે.

રવિવારે વીજકાપ હોવા છતા પ્રિમોન્સુન કામગીરી થવા પામી હોય એમ લાગતું નેથી.વરસાદ આવતા પહેલા મધ્ય ગુજરાત વીજકંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે. અને કરજણ નગરમાં દર રવિવારે વીજકાપ હોય છે છતાં વીજકંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હોય એમ લાગતું નથી.

જ્યારે સામાન્ય પવન ફૂંકાય ત્યારે વીજળી ગુમ થઈ જાય છે. હાલમાં પહેલા વરસાદમાં જ વીજળી કલાકો સુધીને ગુમ થઈ ગઇ હતી અને કરજણ નગર અને તાલુકાના ગામડાઓમાં વીજળીની સમસ્યા રહે છે. આમ વીજ કંપનીની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા થવા પામ્યા હતા. અવાર નવરા કેબલ ફોલ્ટ થયા છે. જેથી વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા યોગ્ય સમયે સમારકામ કરીને વીજળીનો પુરવઠો કાયમ માટે કાર્યરત હરે એવી કરજણ નગર તેમજ તાલુકાના ગામડાઓના ગ્રાહકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...