તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિવ્રતા ધર્મ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘તુંજેના માટે મને તરછોડે છે, તે આજે તને તરછોડે છે. મેં તો કશું ના કર્યું પણ ભગવાને ન્યાય કર્યો.’ એવા ઉદગાર ઝેરી દવા પીનાર સેવાસદનની મહિલા કર્મચારી એકતરફી પ્રેમમાં પાગલ કર્મચારીની પત્નીએ ઉચ્ચાર્યા હતા. ‘એ જીવશે કે મરશે મને ખબર નથી. પરંતુ હું અને મારાં બાળકો આજે બે દિવસથી સેવા કરીએ છીએ.’

સયાજી હોસ્પિટલમાં દાખલ કરેલા પરેશ પરમારને ઝેરી દવાની અસરને પગલે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. તેની સારવારના પૈસા હોવા છતાં પ્રેમ અને લાગણીથી પત્ની દક્ષાબેન(38), પુત્રી અંજલિ (17)અને પુત્ર અતીત (14)સારવાર કરી રહ્યાં છે. જેમને બે વર્ષથી છોડીને પરેશ કરજણ ખાતે યુવતી સાથે રહેતો હોવાનાની કેફિયત દક્ષાબેને રજૂ કરી હતી. દક્ષાબેને કહ્યું હતું કે મારાં પતિનો સ્વભાવ ખરાબ છે. ત્રણ વર્ષથી સેવાસદનની સહકર્મી સાથે કરજણ રહેતો રહ્યો હતો. હું મારી ફરજ બજાવું છું. બનાવની રાત્રે મહિલા પોલીસ મથકે મને બોલાવવા ગાડી મોકલવામાં આવી હતી.

હું કમાવવા જઉં કે પોલીસ કેસ કરું?

પ્રેમિકા માટે 4 લાખનું દેવુ કર્યું!

દક્ષાબેનેજણાવ્યું હતું કે પરેશે અંદાજે 3 થી 4 લાખ રૂપિયા ઉછીના લીધા છે.તે બે વર્ષથી ઘરેથી જતો રહેતાં લોકો મારી પાસે પૈસા માગવા આવે છે. હવેતો હું પણ ત્રાસી ગઇ છું.

^સમાજ મને કહે છે કે તું પતિ પર કેસ કર. પરંતુ મારાં બે સંતાનો છે. તેમને ભણાવવા હું કમાવવા જઉં કે કેસ કરી પોલીસ અને વકિલ પાછળ પૈસા બગાડું? મારા પતિના હાથ પર લગ્ન પહેલાંનું ટેટુ છે. જેના પર લવ યુ કાજલ લખેલું છે. > દક્ષાપરમાર ,પરેશની પત્ની

એકતરફી પ્રેમમાં પાગલ કર્મચારીએ સેવાસદનની મહિલા કર્મચારી પર કેરોસીન છાંટ્યું હતું

પ્રેમિકા પર કેરોસીન છાંટનારની સેવામાં ધર્મપત્ની!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો