તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજ લાયન્સ કલબના હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ : લાયન્સ કલબ, કપડવંજના નવનિયુક્ત પ્રમુખ લાયન રૂચિર એસ. શાહ અને તેમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની શપથ ગ્રહણવિધિ લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિ 323 એફ-1ના ભૂતપૂર્વ ડિસ્ટ્રીક્ટ ગર્વનર રમેશભાઈ પ્રજાપતિએ કરાવી હતી. સ્વાગત પ્રવચન તત્કાલીન પૂર્વ પ્રમુખ હિતેષ પટેલે કર્યું હતું. લાયન મંત્રી સમીરભાઈ કાંટાવાલાએ પ્રવૃત્તિનો અહેવાલ આપ્યો હતો. પ્રમુખ રૂચિર શાહે ડો. હરિશભાઈ કુંડલીયાના નામે કુપોષણ દુર કરવા માટે અશક્ત મહિલાઓ નવજાત શિશુઓ અને બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવા માટે તેમજ દિવ્યાંગોને વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા મારફતે સહાયભુત થવાના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન જવનિકા શેઠ અને કવિશા શેઠે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...