તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PIમાંથી બઢતી પામેલા 3 DySPને ચરોતર પંથકનો ચાર્જ સોંપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના ગૃહ વિભાગે શુક્રવારે મોડી સાંજે 83 પોલીસ ઈન્સ્પેક્ટરને બઢતી આપીને ડિવાયએસપી બનાવાતો આદેશ કર્યો છે જ્યારે 77 ડિવાયએસપીની બદલી કરી છે. બઢતી પામેલા ત્રણ ડિવાયએસપીને ચરોતરમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે 7 ડિવાયએસપી અન્ય જિલ્લામાંથી બદલી પામીને ચરોતરમાં ચાર્જ સંભાળશે. 7 પૈકી બે મહિલાઓનો સમાવેશ થાય છે.

ગૃહ વિભાગે કરેલા ઓર્ડરમાં પી.આઈ. જી.એસ. શ્યાનને ડિવાયએસપી બનાવી નડિયાદ ખાતે જ્યારે પી.આઈ. ડી.આઈ. ભાટીયાને બઢતી આપીને આણંદ એસસીએસટી સેલમાં મૂકવામાં આવ્યા છે. પીઆઈ આરઆર લિમ્બડને બઢતી આપીને મુખ્ય મથક નડિયાદનો ચાર્જ સોંપાયો છે. ચરોતરમાંથી બદલી થયેલા સાત ડિવાયએસપી પૈકી કપડવંજના યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગર આઈબી ખાતે, પેટલાદના સંદીપ ચૌધરીને જામનગર (ગ્રામ્ય), નડિયાદના એચ.એ. રાઠોડને પંચમહાલના હાલોલમાં, નડિયાદના એસ.ડી. રાઠોડને ગોધરા એસસીએસટી સેલમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદની સ્પેશ્યલ બ્રાન્ચના રીમા મુન્શીને ખંભાત ડિવાયએસપી તરીકે, જ્યારે સુરત એ િડવિઝનના આર.આર. સોલંકીને પેટલાદ ડિવાયએસપી અને અમદાવાદ(એલ) ડિવિઝનના અર્પિત પટેલને કપડવંજના ડીવાયએસપી તરીકે મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...