તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજ પાલિકા દ્વારા ધોરી માર્ગ પર એલઈડી સ્ટ્રીટ લાઇટ નખાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ¿ કપડવંજ પાલિકા દ્વારા શહેરની બહારથી પસાર થતા મુખ્ય હાઈ વે પર 14મા નાણા પંચની ગ્રાન્ટમાંથી 60 વોલ્ટની એલઇડી સ્ટ્રીટ લાઇટ નંખાનાર છે. જેમાં કુલ 63 લાખનો ખર્ચ થશે. એલઇડી સ્ટ્રીટ લાઇટના કામના પ્રથમ તબક્કામાં ડાકોર રોડથી જીઇબી સબ સ્ટેશન સુધી 15 લાખના ખર્ચે નંખાઇ છે. તેનું લોકાર્પણ પાલિકાના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ ઓફિસર બી.એન. મોડ, ઉપપ્રમુખ ઇમ્તીયાઝ શેખ, લાઇટ કમિટિના ચેરમેન રાકેશ કા. પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...