કપડવંજની નર્મદાની કેનાલમાં પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના નર્મદાની મેઇન કેનાલમાં દહીંઅપ વિશાખા શાખાની અનારા માઇનોર-2ની કેનાલમાંથી સિંચાઇ માટે આપવામાં આવતું પાણી બંધ કરી દેવાયું છે. બીજી બાજુ વરસાદ ખેંચાયો છે. આથી ધરતીપુત્રોએ ખેતી પાકને જીવતદાન મળે તે હેતુથી સૂત્રોચ્ચાર કરી કપડવંજના પ્રાંત અધિકારીને આવેદન આપી પાણી છોડવાની માંગ કરી છે.

આ અંગે દહીંઅપના ખેડૂતો ઐયુબબેગ મિર્ઝા, બુધાભાઇ પટેલ સહિત અન્ય ખેડૂતોએ જણાવ્યું હતું કે ગામના સીમ વિસ્તારમાં ખરીફ પાક લગભગ 2500 હેકટરમાં છે. જેમાં દહીંઅપ, નવાપુરા, દુજેવાર, લાડવેલ, કઠાણા, અનારા, શિંગોડીયા તથા બદુકીયા વિસ્તારના ખેડૂતો હાલ પાણી વગર પાક સૂકાઇ જવાની ભીતિથી ચિંતિત બન્યા છે. વરસાદ ખેંચાયો હોવા છતાં માઇનોર કેનાલમાં પાણી ન છોડાતા પાક નિષ્ફળ જવાની ભીતિ ધરતીપુત્રોમાં સેવાય છે. નર્મદા મેઇન કેનાલમાંથી દહીંઅપ વિશાખા, અનારા-2 સબ માઇનોરમાંથી હાલ પાણી આપવાનું બંધ કરાયું છે. આના કારણે ખેડૂતોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે. જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી અનિલ ધામેલીયાને આવેદન આપી ચીમકી આપવામાં આવી છે.

ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...