કપડવંજના વિકાસપથ પર ટ્રાફિક સમસ્યા વકરી : અકસ્માતનું જોખમ

દબાણો હટાવી માર્ગને ખૂલ્લો કરવા પગલાં જરૂરી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:06 AM
કપડવંજના વિકાસપથ પર ટ્રાફિક સમસ્યા વકરી : અકસ્માતનું જોખમ
કપડવંજ નગરમાંથી સ્ટેટ હાઇવેને જોડતા વિકાસપથ પર તથા નગરમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. વિકાસપથની બંન્ને બાજુએ દુકાનોની આગળ બનાવવામાં આવેલ ફૂટપાથ પર લારીઓવાળાના અડીંગા તેમજ વાહનોના ખડકલાના કારણે સાંકડા થતા રસ્તા પર વારંવાર અકસ્માતો સર્જાય છે. નજીકમાં શાળાઓ આવેલી હોવાથી વિદ્યાર્થીઓના કારણે મેળાના દ્રશ્યો જામે છે. આ સ્થિતિમાં ક્યારેક જીવલેણ અકસ્માત થવાની શક્યતાને લઇ વિકાસપથ વિનાશપથ બને તેવી દહેશત લોકોને સતાવે છે.

કપડવંજમાંથી પસાર થતા વિકાસપથ પરથી અન્ય કોઇ વિકલ્પના અભાવે ટ્રાફિકનું ભારણ વધ્યું છે. ટ્રાફિકના કારણે ઘણીવાર ચક્કાજામની સ્થિતિ પણ સર્જાય છે. મુખ્યમાર્ગ પર ફૂટપાથ અને તેની આસપાસ દબાણોના રાફડાના કારણે ટ્રાફિકની સમસ્યા વણસી છે. વિકાસપથની આસપાસ શાળાઓ આવેલી હોવાથી તેના છૂટવાના સમયે વિદ્યાર્થીઓના સમૂહના કારણે મેળાના દ્રશ્યો જામે છે. સાંકડા રસ્તાના કારણે છાશવારે આ માર્ગ પર અકસ્માતો થાય છે.

રીંગરોડ બનાવવા માંગ

નગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કપડવંજની ફરતે રીંગરોડ (બાયપાસ) બનાવવો જોઇએ તેવી લોકમાંગ છેડ. રીંગરોડ બને તો વાહનો નગરમાંથી પસાર થવાના બદલે બારોબાર નીકળી જાય એમ છે.

નગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કપડવંજની ફરતે રીંગરોડ (બાયપાસ) બનાવવો જોઇએ તેવી લોકમાંગ છેડ. રીંગરોડ બને તો વાહનો નગરમાંથી પસાર થવાના બદલે બારોબાર નીકળી જાય એમ છે.

X
કપડવંજના વિકાસપથ પર ટ્રાફિક સમસ્યા વકરી : અકસ્માતનું જોખમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App