તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kapadvanj
  • Kapadvanj યુવાનોએ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરવો : સરિતા ગાયકવાડ

યુવાનોએ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરવો : સરિતા ગાયકવાડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડોનેશિયાના જર્કાતા ખાતે 4/400 મીટરની રીલે દોડમાં પોતાનું અાગવું કાૈવત બતાવી ભારતને ગોલ્ડ મેડલનું ગૌરવ અપાવનાર સરિતા ગાયકવાડનું કપડવંજ ખાતે વિશિષ્ટ સન્માન કરાયું હતું. કપડવંજ કેળવણી મંડળ અને દાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સરિતા ગાયકવાનું સન્માન કરી તેને રૂા. 51,000/- નો ચેક અર્પણ કર્યો હતો.

પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં સરિયા ગાયકવાડે વિદ્યાર્થી જીવનમાં નિયમિતતા, વચનબધ્ધતા, પ્રમાણિકતા તેમજ વડીલોની આજ્ઞાનું પાલન કરવા અને મોબાઇલ ફોન જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. સરિતાના એથલેટિક કોચ અજીમોન કે. એસ. દ્વારા રમતગમત માટે ભવિષ્યની પેઢીને સૂચનો કરાયા હતાં. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ ર્ડા. હરિશ એચ. કુંડલીયાએ સરિતાની સિધ્ધિઓને બિરદાવી સૌને તેમાથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. આ સમારંભમાં સ્પોર્ટસ ફાઉન્ડેશન, નડિયાદના દિપક કુલશ્રેષ્ઠ, કેળવણી મંડળના પ્રદિપ તેલી, અભિજિત જોષી, સમીર કાંટાવાળા તથા કાઉન્સીલર ચિન્ટુ પટેલ સહિત નગરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સરિતાને કુપોષણના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા બાદ તેનો સૌ પ્રથમ અમલ કરનાર ત્રિભોવન ફાઉન્ડેશન સંસ્થા વતીથી ચીફમેડિકલ ઓફિસર ર્ડા. જવાહર ચંદાણીએ સરિતા ગાયકવાડનું સન્માન કર્યુ હતું. કેળવણી મંડળના મંત્રી નિલાબેન પંડ્યાએ અાભારવિધિ કરી હતી.

સરિતા ગાયકવાડનું કપવંજમાં ચેક અર્પણ કરી વિશેષ્ઠ સન્માન કરવામાં આવ્યું.

ઋણ : નડિયાદના સ્પોર્ટસ ક્લબના યોગદાનનો ઉલ્લેખ કર્યો
સાક્ષરમૂમિ નડિયાદ સરિતા ગાયકવાડ માટે પ્રગતિનો પંથ બન્યું છે, તે એટલે સુધી કે તે છેક આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરી ચૂકી છે. ગુરૂવારે કપડવંજમાં તેનું ખાસ સન્માન કરાયું ત્યારે તેણીએ નડિયાદ સ્પોર્ટસ ક્લબ અને તેના એથલેટિક્સ કોચ કેટલા મદદરૂપ બન્યા તેનો ઉલ્લેખ કરવાનું સરિતા ગાયકવાડ ચૂક્યા નહોતા. દરેક સમારંભમાં તે નડિયાદના આ યોગદાનને અવશ્ય યાદ કરે છે.

સરિતાની અપિલ સૌને સ્પર્શી ગઈ
પોતાના સન્માનના પ્રત્યુત્તર સરિતા ગાયકવાડે આજની યુવા પેઢીને મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો યોગ્ય ઉપયોગની કરેલી અપીલ સમારંભમાં સૌને સ્પર્શી ગઇ હતી. સરિતાએ દોડના ક્ષેત્રમાં તો આગવી સિધ્ધિ મેળવી છે, પણ સમાજ જીવનમાં રોજે રોજ સ્પર્શતી બાબતો જેવી કે પ્રમાણિકતા, વચનબધ્ધતા, નિયમિતતાથી લઇ વડીલોની આજ્ઞાનું પાલન કરવા સુધીની કરેલી વાતને લઇ તેણીએ નાની ઉંમરમાં સામાજિક જીવનમાં પણ કેવી દોડ લગાવી છે, તેની સૌએ મુક્તમને પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...