કમળા ગામે ઉછીના પૈસા પરત માંગતા હુમલો કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | નડિયાદના કપડવંજ રોડ ઉપર પુનેશ્વરનગરમાં રહેતા ઇશ્વરભાઇ હરમાનભાઇ મારવાડીએ અલ્પેશભાઇ જયસીંગભાઇ ડાભીને ઉછીના પૈસા આપ્યા હતા. જે તેઓએ પરત માંગતા અલ્પેશ અને ઇશ્વરભાઇ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ સમયે અલ્પેશના બનેવી જિગ્નેશભાઇ, જિગ્નેશભાઇના મોટા ભાઇ ટીનભાઇ તથા અલ્પેશભાઇનો કાકાનો દીકરો ત્યાં આવી પહોંચ્યા હતા અને અપશબ્દો બોલી લાકડાના દસ્તાથી ઇશ્વરભાઇને માર માર્યો હતો. આ મામલે નડિયાદ રૂરલ પોલીસ દ્વારા ચારેય ઇસમો વિરૂધ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...