• Gujarati News
  • દીકરી ધરાવતાં ૧૨૫ માતા પિતાનું સન્માન ગાંધીનગર

દીકરી ધરાવતાં ૧૨૫ માતા-પિતાનું સન્માન ગાંધીનગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીકરી ધરાવતાં ૧૨૫ માતા-પિતાનું સન્માન ગાંધીનગર પિતાના ાદયની સૌથી નજીક કોઇ હોય તો તે એક માત્ર દિકરી જ છે. જેથી દરેક પરિવારમાં દિકરી અવતરવી જ જોઇએ. કારણ કે પિતાના હ્વદયની વેદના માત્ર પુત્રી જ પારખી શકે છે. તેમ લોક સાહિત્યકાર સુખદેવ ગઢવીએ ગાંધીનગરના ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉરચાર્યા હતાં. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ દ્વારા સંતાનમાં માત્ર દીકરી ધરાવતાં ગાંધીનગરનાં ૧૨૫ માતા-પિતાનું સન્માન કરાયુ હતું. સંસ્થા દ્વારા તેઓને મોમેન્ટો, પ્રમાણપત્ર અને દીકરીનો મહિમા સમજાવતી કીટ આપવામાં આવી હતી. કલ્ચરલ ફોરમના અઘ્ય ા કષ્ણકાંત જહાના હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
કલોલમાં આકસ્મિક બનાવમાં બેના મોત કલોલ કલોલના બોરીસણા પાસે રહેતા જયંતિભાઇ અમરભાઇ દંતાણી (ઉ.વ.૨૫) ગત કાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી ગયો હતો. તેની હાલત બગડતાં તેને પ્રથમ સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની તબીયત વધુ બગડતા સારવાર અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. આ અંગે હોસ્પિટની નોંધના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજા એક બનાવમાં ગાયના ટેકરા વિસ્તારમાં ટીંટોડીયા વાસમાં રહેતી સાયજાબાનું ફેસલભાઇ મનસુરી (ઉવ.૨૨) પોતાના ઘરે અચાનક બેભાન થઇ જતાં તેને સારવાર માટે કલોલની મ્યુનિ. હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જયાં ફરજ પર ના ડાર્કટરે મૃત જાહેર કરતા હાજર લોકોમાં અરેરાટી સાથે શોકની લાગણી ફરી વળી હતી.મહિલાના મોતનું કારણ જાણી શકાયુ નથી.
ન્યૂઝ ઇનબોકસ