• Gujarati News
  • {વરસાદ બાદ વ્યાપક ગંદકીના કારણે જિલ્લામાં રોગચાળો ફેલાવાની દહેશત

{વરસાદ બાદ વ્યાપક ગંદકીના કારણે જિલ્લામાં રોગચાળો ફેલાવાની દહેશત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{વરસાદ બાદ વ્યાપક ગંદકીના કારણે જિલ્લામાં રોગચાળો ફેલાવાની દહેશત



ગાંધીનગરશહેર અને જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસથી વરસાદી માહોલ જામ્યો ચે. તેમાએ સતત ત્રણ િદવસ સુધી ક્યારેક ભારે તો ક્યારેક એક ધારો વરસાદ વરસવાના કારણે ભરાયેલા પાણીના કારણે વ્યાપક ગંદકીના થર જામ્યા છે. આવી સ્થિતિ માત્ર ગાંધીનગર શહેર નહીં પરંતુ કલોલ, માણસા, દહેગામ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારેમાં પણ જોવા મળી રહી છે. તેના કારણે જીવાત અને મચ્છરોનો ઉપદ્રવ વ્યાપક પ્રમાણમાં થયો છે. જે આગામી સમયમાં મચ્છર જન્ય અને પાણી જન્ય તેમજ વાઇરલથી રોગચાળો થવાની દહેશ વતાર્ઇ રહી છે.

અંગે ગાંધીનગર શહેરના જાણીતા ખાનગી તબીબો જણાવી રહ્યાં છે કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પછી ઉઘાડ નહીં નિકળવાના કારણે તેમજ વાદળછાયુ વાતાવરણ એકધારૂ રહેવાના કારણે રોગચાળો થવાની શક્યતાઓમાં વદારો થયો છે. હાલમાં ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં સામાન્ય વાયર, શરદી, કફ અને મેલેરિયાના દર્દીઓની શરૂઆત થઇ હોવાનું જોવા મળી રહ્યું છે.

છેલ્લા એક અઠવાડિયાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા, વાઇરલ અને સામાન્ય તાવના દર્દીર્ઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આગામી સમયમાં સ્વાઇન ફ્લ્યૂ અને ડેન્ગ્યૂ તેમજ પાણીજન્ય કમળાનો રોગચાળો પણ માથુ ઉંચકે તેવી શક્યતાઓ જણાઇ રહી છે.

ઉપરાંત હાલમાં રોગપ્રતિકારક શકિત નબળી હોય તેવા લોકોમાં વાદળછાયા વાતાવરણની વિપરીત અસરો જોવા મળી રહી છે. તેઓ મોટાભાગે ફેફસા અને અસ્થમાની તકલીફો વેઠી રહ્યાં છે. ઉપરાંત શહેર અને િજલ્લામાં એન્ટી લારવા અને સરવેલન્સની કામગીરી કરનારાઓના સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે. તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ચિતાજનક રીતે વધી રહ્યો છે.

વાદળછાયા વાતાવરણના કારણે જીવાત-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો