તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલમાં નજીવી બાબતે લાકડીથી હુમલો કરાતાં ચકચાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલનાપૂર્વ વિસ્તારમાં નજીવી બાબતે કેટલાક શખ્સોએ લાકડીથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હોબાળો મચી ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો એવી છે કે પૂર્વ વિસ્તારમાં ઓ.એન.જી.સી.રોડ પરની મુળહંસ સોસાયટીમાં રહેતા શાહીલ ઇશ્વરભાઇ ગોહીલ તેના મીત્રો સાથે ઓ.એન.જી.સી. કૂવા પાસે રમતો હતો. તે દરમિયાન ત્યાં આવી ચઢેલા વાલજી જીવાભાઇ પરમાર, હસમુખ જીવાભાઇ પરમાર, હસમુખ જીવાભાઇ પરમાર તેમજ મહેશ જીવાભાઇ પરમાર (મુળહંસ સોસાયટી) સહિતનાએ ભેગા મળી ગાળો બોલી લાકડીથી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવથી ભારે હોબાળો મચી ગયો હતો. અંગે પોલસે શાહીલની ફરિયાદના આધારે ત્રણે આરોપીઓ વરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...