ધરોઇમાંથી પાણી છોડાતાં નદી કાંઠાનાં ગામો એલર્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાને ધમરોળ્યા પછી મેઘરાજાએ બુધવારે બપોરથી પોરો ખાધો હતો. દિવસ દરમિયાન બે, ચાર વખત સુરજ દાદાના દર્શન પણ થયાં, પરંતુ ઘરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયાના પગલે નદીમાં પુરની સ્થિતિ સર્જાવાની શક્યતાના પગલે જિલ્લા તંત્રને ખડે પગે કરી દેવાયું છે. કલેક્ટરે પોતે નદી કાંઠા પરના ગામોની મૂલાકાત લેવાની સાથે તંત્રને એલર્ટનો આદેશ આપ્યો છે અને અધિકારી, કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.

ગત શુક્રવારની રાતથી આરંભાયેલી મેઘાની તોફાની ઇનિંગ અને ગઇકાલે મીની વાવાઝોડા જેવા ફૂંકાયેલા પવને શહેર અને ગામડાઓમાં ખેદાન મેદાન જેવી સ્થિતિ લાવી દેતાં આમ આદમીની સાથે જિલ્લાના અધિકારીઓના જીવને પણ પડિકે બાંધી દીધા હતાં. સેંકડો વૃક્ષો ધરાસાયી થવાની સાથે ગામડાઓમાં અંધારપટ છવાતાં પીવાના પાણીની સમસ્યા ઉદ્દભવવાની વેળા આવી પહોંચી છે. ખેતરોમાં પાણી ભરાઇ છતાં ધરતી પુત્રો દહેશતમાં મૂકાયા છે.

સંજોગોમાં કલેક્ટર રવિશંકરે ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામમાં નદી કાંઠાના ગામોની રૂબરૂ મૂલાકાત લઇને વિવિધ સમસ્યાના નિવારણ લાવવા માટે સંબંધિત તંત્રોના અધિકારીઓને દોડતાં કર્યા છે. સાથે તમામ અધિકારીને કરેલી કામગીરીનો અહેવાલ રજૂ કરી દેવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. વૃક્ષો અન વીજ થાંભલા ધરાસાયી થવાથી બ્લોક થઇ ગયેલા મોટા ભાગના રસ્તા ખોલી નાખવામાં આવ્યાનું તકે પ્રાંત અધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું છે.

પાટનગર-ન્યૂ ગાંધીનગરમાં પાણીના ધાંધિયા

વ્યાપકવરસાદ સાથે ફૂંકાયેલા તેજ પવને તંત્રને ઉંઘતું ઝડપ્યાનો તાલ સર્જાવાના કારણે વીજળી ડૂલ થવાથી પાટનગરમાં પીવાના પાણીના ધાંધિયા થયા હતાં. મોટા ભાગના સેક્ટરમાં બુધવારે સવારે રાબેતા મુજબનું પાણી વિતરણ થયું હતું. પાટનગર યોજના વિભાગના સુત્રો અનુસાર નભોઇ ખાતેના પમ્પિંગ સ્ટેશન પર પાણીનો જથ્થો નહીં પહોંચતા સવારે પાણી આપી શકાયું હતું. પરિણાં સાંજે પાણીનું વિતરણ કરાયું હતું.

ધરોઇ ડેમમાંથી પાણીનો વધુ જથ્થો છોડાશે

મંગળવારેમોડી સાંજ પછી ઉપરવાસની આવકના પગલે સાબરમતી નદીમાં ધરોઇ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું તેનો ફ્લો બુધવારે સવારે 60 હજાર ક્યુસેક પર પહોંચ્યો હતો. ડેમમાંથી પાણીનો વધુ જથ્થો છોડવાનું અનિવાર્ય હોવાનું જિલ્લા તંત્રને કહી દેવાયું છે અને સાંજે 1 લાખ ક્યુસેક પર પાણી છોડવાનું શરૂ કરાયા પછી તેને 1.50 લાખ ક્યુસેક સુધી લઇ જવાની ગણતરી રાખવામાં આવી છે.

મેયર, કમિશનર, સ્થાયી ચેરમેને શહેરનો રાઉન્ડ લીધો

શહેરમાંછેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદના પગલે નાગરિકોને ઉકળાટ અને ગરમી સામે રાહત મળવા સામે ભારે પવન સાથે વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાથી રોજિંદુ જનજીવન પ્રભાવિત બન્યું છે. જેના પગલે બુધવારે મેયર હંસાબેન મોદી, કમિશનર ચૌધરી અને સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર બારૈયા તથા અધિકારીઓએ શહેરના વિભિન્ન સ્થળોની મુલાકાત લઇ માર્ગો પરની અડચણો દુર કરવા તથા સતત વરસાદથી ઉદભવેલી સમસ્યાઓ તાકીદે નિવારવા સંબંધિત વિભાગોને જાણ કરી હતી. સાથે મ્યુનિસિપલ તંત્ર દ્વારા અન્ય વિભાગો સાથે સંકલન સાધી જાહેર માર્ગો તેમજ અન્ય સ્થળો પરથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. વરસાદી સમસ્યાઓ દુર કરવા તંત્ર દ્વારા વિશેષ સમિતિ પણ રચવામાં આવી હતી.

પાણી છોડાયું | બે કાંઠે થયેલી સાબરમતી નદીમાં ધરોઇ ડેમના પાણીથી પૂરની સ્થિતિ સર્જાવાની વકીથી તંત્રને ખડે પગે કરી દેવાયું

હવે ગિફ્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવી લેવાયેલા મૂળ પાટનગરની પીવાના પાણીની સમસ્યા નિવારવા હાથ ધરાયેલી સંત સરોવર ડેમની યોજના પર દાયકા પછી પણ કામ ચાલું છે. ત્રણ ત્રણ વખત સાબરમતીમાં ઘોડાપુરની સ્થિતિ વખતે તણાઇ ગયેલા ડેમના સ્ટ્રક્ચરને ચોથી વાર ઉભૂ કરાયા પછી અહીં વાસણા બેરેજની ડિઝાઇન પર કામ કરાયું છે. પરંતુ દરવાજા મૂકવાની કામગીરી પુરી થાય તે પહેલા સબરમતી નદી બે કાંઠે થવાના પગલે નદીના પાણી ડેમના હયાત સ્ટ્રક્ચર પરથી ઓવર ફ્લો થવા લાગ્યા છે.

સંત સરોવર : દરવાજા મુકાયા પહેલાં ડેમ ઓવર ફ્લો

અન્ય સમાચારો પણ છે...