વીજતાર ઉપર વૃક્ષો પડતાં ગામડાંઓમાં અંધારપટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં સતત ચાર દિવસ સુધી એક ધારો વરસાદ ખાબક્યો હતો અને તેમાંએ ગઇ કાલે 16 કિ.મીટરની ઝડપે ફૂકાયેલા પવનના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થઇ ગયાં હતાં. તે પૈકીના અનેક વૃક્ષો વીજ થાંભલાના તાર ઉપર તૂટી પડવાના કારણે જિલ્લાનાં અનેક ગામડાંમાં વીજ પુરવઠો બંધ થઇ જતાં અંધારપટની સ્થિતિ પ્રવર્તતી હોવાના અહેવાલ છે. તે અગાઉ પણ વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો તેવા ગામડાઓમાં આજે પણ અંધારપટની સ્થિતિ યથાવત રહેવા પામી છે. તેના કારણે અનાજની ઘંટીઓ બંધ રહેતાં દૂકાનોમાંથી તૈયાર લોટ ખરીદવા સહિત અનેક નીનીમોટી મુશ્કેલીઓ ગ્રામ્ય વિસ્તારનાં લોકો વેઠી રહ્યાં છે.

જિલ્લામાં ગત શનિવારથી મેઘરાજા મહેરબાન થયાં છે. ક્યારેક ધોધમાર તો ક્યારેક છૂટાછવાયાં ઝાપટાં અને ઝરમર-ઝરમર વરસાદ ચાલુ રહેતાં સમગ્ર જિલ્લાનું વાતાવરણ ખુશનુમાં ફેરવાઇ ગયું છે. સતત ચાર દિવસની હેલી વર્સાવ્યા બાદ આજે બપોર પછી ઉઘાડ નિકળ્યો હતો અને વરસાદે પોરો ખાધો છે. જેથી લોકો રાહતની લાગણી અનુભવી રહ્યાં છે.

તાલુકા કક્ષાએથી મળતા અહેવાલો અનુસાર જિલ્લામાં સૌથી વધુ વરસાદ માણસા તાલુકામાં પડ્યો છે. તેમજ ગાંધીનગરથી માણસા તરફ જવાના માર્ગ ઉપર અસંખ્ય ઝાડ તૂટી પડ્યા હતાં. તેના કારણે માણસા તાલુકાના અનેક ગામડામાં વીજળી ખોરવાઇ જવા પામી છે. તેમજ કલોલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના અભાવે લોકો અંધારા વેઠી રહ્યાં છે.

તેજ પ્રમાણે દહેગામ તાલુકાના અનેક ગામમાં પણ વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો છે. જો કે વીજ કંપની દ્વારા યુધ્ધના ધોરણે વીજ પુરવઠો પુન:ચાલુ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. તેમ છતાં તમામ ગામડામાં હજુ સુધી પાવર સપ્લાય ચાલુ થવા પામ્યો નથી. તબક્કાવાર કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ અનેક ગામડાંમાં વીજ ખોરવાઇ જતાં તંત્ર તમામ સ્થળો ઉપર પહોંચી વળવામાં સક્ષમ પુરવાર થયુ નથી. ગાંધીનગરથી માણસા રોડ ઉપર આવેલા અસંખ્ય ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

તૂટી પડેલી બે મકાનની દીવાલો હજુ યથાવત

ભારેવરસાદના કારણે કલોલ શહેરમાં આવેલી કોઠીવાળી ચાલીમાં મંગળવારે મંગાજી કચરાજીના મકાનની દિવાલ તૂટી પડી હતી. તેની સાથે તેમની બાજુવાળા મકાનની દિવાલ પણ થોડી વારમાં કકડભૂસ થઇને ધરાશાયી થઇ હતી. જો કે કોઇ જામહાનિ થવા પામી હતી. તે બે મકાનનો કાટમાળ આજે પણ યથાવત સ્થિતિમાં પડી રહ્યો હતો

રસ્તાનું ધોવાણ, ફોન-ટીવી ડબલા થયાં

ઠેરઠેર પામી ભરાઇ જવાના કારણે ગાંધીનગરમાં અનેક રસ્તાનું ધોવાણ થઇ ગયું છે. રસ્તા ઉપરનો ડામર ઉખડી જતાં અનેક રસ્તા ડિસ્કો માર્ગ બની ગયાં છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ રસ્તાની હાલત ભંગાર બની જવા પામી છે.જ્યારે વીજ તાર ઉપર ઝાડ તૂટી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જતાં ઇલેક્ટ્રીક ઉપકરણો બંધ થઇ જવા પામ્યા છે. જ્યારે કેબલ તૂટી જતાં ટીવી સેટ અને લેન્ડલાઇન ફોન ઠપ્પ થઇ જાવાથી ડબલા બની ગયાં છે. તેમજ નેટ કવરેજ ખોરવાઇ જતાં મોબાઇલ તેમજ કમ્પ્યુટર સિસ્ટમના નેટ ઠપ થઇ ગયાં હતાં.

તૂટી પડેલી બે મકાનની દીવાલો હજુ યથાવત

ભારેવરસાદના કારણે કલોલ શહેરમાં આવેલી કોઠીવાળી ચાલીમાં મંગળવારે મંગાજી કચરાજીના મકાનની દિવાલ તૂટી પડી હતી. તેની સાથે તેમની બાજુવાળા મકાનની દિવાલ પણ થોડી વારમાં કકડભૂસ થઇને ધરાશાયી થઇ હતી. જો કે કોઇ જામહાનિ થવા પામી હતી. તે બે મકાનનો કાટમાળ આજે પણ યથાવત સ્થિતિમાં પડી રહ્યો હતો

શાળાઓમાં છાત્રાઓની પાંખી હાજરી

છેલ્લા3 દિવસથી ભારે વરસાદના પગલે જિલ્લાની સ્કૂલોમાં બાળકોની તો ક્યાંક સ્ટાફની હાજરી નહિવત જોવા મળી હતી. જિલ્લાભરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. મંગળવારે સવારે વરસાદના પગલે વાવાઝોડા જેવો પવન ફૂકાવાના કારણે મોટાભગના વાલીઓએ તેમના સંતાનોને સ્કૂલમાં મોકલ્યાં હતાં. તેમજ મંગળવારે રાત્રે પણ વરસાદ ચાલુ રહેતાં બુધવારે બાળકોની હાજરી ઓછી જોવા મળી હતી. જ્યારે સ્કૂલ વાહનો પણ આવ્યાન હતાં. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની અનેક સરકારી શાળાઓની દશા ખરાબ હોવાના કારણે પાણી પડતુ હોઇ વાલીઓએ બાળકોને શાળામાં જવા દીધા હતાં.

ચાર તાલુકામાં ક્યાં કેટલો-જિલ્લાનો કુલ વરસાદ

ગાંધીનગરજિલ્લાના ચારેય તાલુકામાં શ્રીકાર વરસાદ થવા પામ્યો છે. અત્રે દર્શાવેલા આંકડા મિ.મીટરમાં છે. છેલ્લા 24 કાલાક દરમિયાન દહેગામ-63, ગાંધીનગર-54, કલોલ-58 અને સૌથી વધુ માણસામાં 93 મિ.મી. પડ્યો હોવાના આંકડા જિલ્લા કન્ટ્રોલ દ્વારા જણાવાયા છે. જ્યારે મૌસમનો કુલ વરસાદ મુજબ છે. દહેગામ-588, ગાંધીનગર-550, કલોલ-514 અને માણસામાં 669 મિ.મી. (23.21 ઇંચ) નોંધાયો છે. જ્યારે ગાંધીનગર શહેરમાં સોમવારે આખી રાત ધોધમાર વરસાદ પડ્યો હતો. તે પછી આજે બપોરથી બંધ થયો છે. આમ છેલ્લા 24 કલાકમાં શહેરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર આસપાસના 23 ગામમાં વીજળી ડૂલ

ગાંધીનગરશહેર આસપાસ આવેલા 23 ગામડામાં પણ વીજળી ખોરવાઇ જવાની ફરિયાદો નોંધાઇ છે. વીજ પુરવઠો બંધ થઇ જવા પાછળ વીજ થાંભલા ઉપર તો ક્યાંક વીજ તાર ઉપર વૃક્ષો તૂટી પડવાના કારણે 23 ગામડામાં અંધારપટ છવાઇ ગયો છે. તેમાં વાવોલ, કુડાસણ, રાયસણ, સરગાસણ, રાંદેસણ, પુંદરાસણ અને કોબા સહિતના ગામડાંનો સમાવેશ થાય છે. વીજ કંપનીના માણસો આજે બપોરથી કામે લાગ્યા હોવા છતાં મોડી સાંજ સુધી વીજ પુરવઠો યથાવત થવા પામ્યો નથી.

મેઘરાજાએ દિવસે પોરો ખાધો : ઉઘાડ નીકળતાં ભરાયેલાં પાણી ઓસરવા માંડ્યાં

અન્ય સમાચારો પણ છે...