તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે રૂપાલની પલ્લીનો મેળો: લાખો ભક્તો ઉમટશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે રૂપાલની પલ્લીનો મેળો: લાખો ભક્તો ઉમટશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેળા માટે 43 બસો દોડશે

ગાંધીનગરપાસેનાં રૂપાલ ગામે વરદાયીની માતાજીનાં સાનિધ્યમાં નોમની રાત્રે પલ્લીનો મેળો યોજાવા જઇ રહ્યો છે. જેમાં 10 લાખથી વધુ ભાવિકો ભાગ લેશે. ત્યારે મેળા દરમિયાન વ્યવસ્થા અને સલામતીને લઇને ગાંધીનગર પોલીસ દ્વારા ખાસ આયોજન કરી 600 પોલીસ ફાળવવામાં આવી છે. સાથે સાથે વરદાયીની માતાજીનાં મંદિર, પરીસર તથા પલ્લીનાં રૂટમાં કુલ મળી 50 જેટલા સીસીટીવી કેમેરા લગાવવા સાથે વાહનો માટે પણ અલયદા 5 પાર્કિગની વ્યસ્થા કરવામાં આવી છે.

મહાભારત કાળમાં શરૂ થયેલો વરદાયીની માતાજીનો પલ્લી મહોત્સવ આજે દેશ અને દુનિયામાં જાણીતો બન્યો છે. જેના કારણે પ્રતિ વર્ષ પલ્લી મહોત્સવમાં આવતા ભાવિકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગત વર્ષે પલ્લીનાં મેળામાં 10 લાખ લોકોએ ભાગ લીધો હતો. ત્યારે વર્ષ ભાવિકોની સંખ્યા 12 લાખની આસપાસ પહોચવાની આશા મંદિર તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પલ્લીનાં મેળાને લઇને મંદિર તંત્ર તથા સ્થાનિક સ્વંયસેવકો છેલ્લા ઘણા દિવસોથી પરસેવા પોડી રહ્યા છે. જયારે બીજી તરફ સરકારી તંત્ર દ્વારા પણ ધમધમાટ આદરી દેવાયો છે. પેથાપુર પોલીસ સ્ટેશનનાં સીનીયર પીએસઆઇ ડી બી વાળાનાં જણાવ્યાનુંસાર પલ્લી મહોત્સવ દરમિયાન 2 ડીવાયએસપી, 8 પીઆઇ, 18 પીએસઆઇ, 350 મહિલા તથા પૂરૂષ પોલીસ જવાનો, 220 હોમગાર્ડઝ જવાનો તથા ટ્રાફિક પોલીસ ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિગ વ્યવસ્થા, મંદિર પરીસર સલામતી તથા પલ્લી રૂટમાં સલામતીની કામગીરીમાં જોડાઇ જશે. પોલીસ જવાનો ઉપરાંત મંદિર પરીસરમાં તથા સમગ્ર રૂટમાં નજર રાખવા માટે 50 જેટલા સીસીટીવી કેમેરા લાગશે. જેમાં માત્ર પલ્લીનાં રૂટમાં 40 જેટલા સીસીટીવી કેમેરા વિવિધ સ્થળો પર નજર રાખશે. જેના પર મોનીટરીંગ રૂમમાંથી નજર રાખવામાં આવશે.

રૂપાલ પહોચતા જુદા જુદા માર્ગો પર 5 સ્થળો પર લાઇટોનાં અજવાળા સાથેનાં પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટુ પાર્કિગ મંદિર પાસેનાં ગ્રાઉન્ડમાં રહેશે.

ગાંધીનગર વીજ ડીવીઝન ખડે પગે રહેશે

પલ્લીનીમેળામાં વીજ પુરવઠાને અવિરત રાખવા યુજીવીસીએલના ગાંધીનગર સબ ડીવીઝન દ્વારા ગામમાં વધારાના 4 નવા ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યા છે. જેમાં ત્રણ 200 કેવીએના અને એક 500 કેવીએનુ મુકવામાં આવ્યુ છે. પલ્લીના રૂટ ઉપર અને ગામમાં જતી વીજ લાઇનો ઉપર ટ્રી કટીંગ મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું છે. જેમાં હેવી લાઇન અને મોટી લાઇનને પણ આવરી લેવામાં આવી છે. ત્યારે પલ્લીના દિવસે ગાંધીનગર સબ ડીવીજન સહિત 7 ડીવીજનના કર્મચારીઓ કામગીરી બજાવી રહ્યા છે. બુધવારે 1 કાર્યપાલક ઇજનેર, 3 ડેપ્યુટી એન્જિનિયર, 10 જુનિયર એન્જિનિયર અને 70 હેલ્પરો ખડેપગે ફરજ બજાવશે.

વરદાયિની માતાના મેળામાં 50 CCTV કેમેરા,600 પોલીસનો પહેરો ગોઠવાશે: વાહનોનાં પાર્કિગ માટે 5 સ્થળોએ પાર્કિગની વ્યવસ્થા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો